________________
૧૧૦
શ્રીઆચારાંગસૂત્ર :
[ વ્યાખ્યાન
જિનેશ્વર મહારાજે પદાર્થો જાણું, તેનું સ્વરૂપ નિરૂપણ કરેલ છે, તે મારે માનવા છે” એવા વિચારવાળાને તે મુશ્કેલ નથી. ." તીર્થકર મહારાજાઓએ જે કહેલું તે જ તત્ત્વ , - જેમ હીરે કિંમતી છે. તે દરિદ્રી પાસે છે, છતાં તેને પડછાયો તે દરિદ્રી, લઈ શકે. તેમ આ જીવ અજ્ઞાનીમાં અજ્ઞાની, કમઅક્કલનો હોય તે પણ તે જીવને જિનેશ્વર મહારાજે કેવલજ્ઞાનથી જાણેલા પદાર્થો સ્વરૂપે તેને તત્ત્વ તરીકે માનવાનો નિશ્ચય કરવામાં અડચણ ન જ આવવી જોઈએ. અને તેથી “જિનેશ્વર મહારાજે કહેલું તત્ત્વ એ વાત શાસ્ત્રોમાં જગેજગે પર આવે છે. અહીં પદાર્થો અને તેના સ્વરૂપમાં આપણું જાણવાનું જ્ઞાન પહોંચી શકે તેમ નથી, માટે જ કહે છે કેતીર્થંકર મહારાજાઓએ જે કહેલું તે જ તત્ત્વ.
કેવળજ્ઞાનવાળા તીર્થકરેએ કહેલ તે જ તત્ત્વ - અહીં તીર્થકર તે નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી પણ હોય તે સર્વનું કહેલું તત્વ કહેવું કે નરકમાં રહેલ શ્રેણિક કે અહીં રહેલા શ્રેણિક જે બેલે તે સર્વ તત્વ ગણવું ? તે કહે છે કે ના. પ્રથમ અમે કહીએ છીએ કે વ્યાપક એવા જે તીર્થકર હેય, અર્થાત તે કેવલજ્ઞાનવાળા જે તીર્થકરે હોય તેઓ જે કહે તે તત્ત્વ. હવે તે જ્ઞાન તેમની સાથે જ જોડાયેલું છે કે બીજાને પણ ખરું? તે કહે છે કે તેમને પણું જ્ઞાનાવરણીયાદિ કર્મ લાગેલું જ હતું, તે તેમણે દૂર કર્યું છે અને કેવલજ્ઞાન પ્રગટ કર્યું છે અને તેથી જે કાંઈ તેમને કહેલ છે તે જ તત્વ છે. તુંબડીમાં કાંકરા નાખો કે બીજી ચીજ નાંખો, તે બધાને અવાજ સરખો લાગે. તેમ અહીં ભગવાને, કેવલજ્ઞાનીએ કહેલું તે જ માનવું, એમજ પ્રરૂપ્યા કરવું કે બેલવું. એ સમજવું શી રીતે ? કોઈ પ્રશ્ન કરે કે-જીવ શું ? અજીવ શું ? તે કેવલજ્ઞાનીએ કહેલ છે ત, એમ બેલવાનું કહેતા નથી, પણ તે તે રસ્તો છે. પણ તેમણે જે કહેલ છે તે પણ સાથે જણાવીએ છીએ. સૂત્રની વ્યાખ્યામાં જે સૂત્રા