________________
૧૦૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નહિ. જેમ હુંઢિયાઓ શબ્દ પકડે છે તેમ નહિ. જેમ ગુરુ મહારાજ આવે ત્યારે પ્રદક્ષિણા, સત્કારાદિરૂપ જે ક્રિયા કરવાની કહી છે, તેની જગાએ તે લોકોએ બોલવાનું રાખ્યું છે. જ્યાં વસ્તુ ક્રિયારૂપે કરવાની હેય, તેની જગે બોલી દેવું એને અર્થ શો ? તેમ અહીં દર્શન શબ્દ બોલવા માટે કહેતા નથી, અર્થાત દરેક વાતમાં તે શબ્દ બોલવાનું નથી, પણ તેને મર્મ સમજવાને છે. નિરવુતોની પાટીની જેમ કરવાનું નથી. | મૃષાવાદવિરમણ મહાવત રાખવાનું કારણ ! આપણામાં “સમ્યગ્દર્શન વિના બધું નકામું છે,” એમ બોલનાર છે ખરા, પણ તેમણે તે શબ્દના અર્થ કે મર્મ કે ચીજને સમજવી જોઈએ. હવે આજકાલ સાચું માનવું તેનું નામ સમક્તિ કહે છે, પણ તે બિચારાઓને ખબર નથી કે સાચું શું ? જેમ ગુફામાં રહે. નારને સૂરજના અસ્તવ્યની ખબર ન હોય, તેમ એવાઓને સાચું શું એની જ ખબર ન હોય. હવે સાચું કહેવું અને તે જ માનવું એ સમ્યગ્દર્શન નહિ. મહાવ્રતની વ્યાખ્યામાં તે ખબર પડશે. મૃષાવાદ વિરમણ એ મહાવત રાખ્યું, પણ સત્ય વચન એ રૂપે મહાવ્રત કેમ ન રાખ્યું ? લાંબું રાખીને કામ શું “ગુણવાયાગો રે મ” એ પથી શું ? તે કહે છે કે અજ્ઞાનીને પણ સાચું બોલવું એ નિયમ ન રહી શકે, તે પછી વળી જ્ઞાનીને તે તે રહી શકે જ કેમ ? જગતના જેને અંગે કે કુટુંબીજને અંગે, જેટલું જાણે તેટલું બેલ્યા કરવું તે જ્ઞાનીને ન જ પાલવે, તેમ સાચું બોલવું તે મહાવત હોય તે મુશ્કેલીમાં આવે અને ન બેસે તે મહાવ્રતમાં ખામી આવે.'
" શું સાચું બોલવું તે સમ્યગ્દર્શન? ' " અજ્ઞાની તે દેકડે માત્ર સાચું જાણે, તે બેલે પણ જે મનઃપર્યાવજ્ઞાની સરખા હોય, તેઓ સર્વ જીવોનાં સર્વ કર્મોને જાણે, છતાં પ્રથમ તે બોલવું અસંભવિત થાય. કેવલજ્ઞાની સમય સમયના દરેકના વૃતાન્ત જાણે પણ તે બેલે શી રીતે ? એટલું જ નહિ પણ કોઈનું