________________
એકત્રીસમું ] અધ્યયન ૪: સમ્યકત્વ ૧૦૭ છતાં તેવા જીવોને મોક્ષની માન્યતા કે ઈચ્છા કદાપિ થવાની જ નથી, જેમ કોયડું શરૂથી તે ઠેઠ સુધી રહે, છતાં ન જ સીઝે. તેમ આ અભવ્યને જીવ અનંતી વખત મેહનીયની ૬૮ કોડાકડીની સ્થિતિ તોડે, છતાં તેને સમ્યગ્દર્શન ન જ સ્પશે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન કે ચારિત્ર પ્રપંચરૂપ છે.
હવે “નમે અરિહંતાણુંને કાર અને કરેમિ ભંતેને જયારે પામે ? તે કહે છે કે ૬૯ કોડાકોડીની મોહનીયની સ્થિતિને તેડે તે જ તે પામી શકે. હવે આહાર, પૂજા, ઋદ્ધિ માટે કરાતાં જ્ઞાનાદિ કે ચારિત્રાદિ સર્વથા નકામાં છે એમ કહેવા માંગતા નથી, પણ જિનેશ્વરે જે જ્ઞાન, ચારિત્ર કે તપનું નિરૂપણ કરેલ છે, તેમાં એ મુદ્દો નથી કે આ જ્ઞાન, ચારિત્રથી તે માંગી ખાય, અગર લોકોમાં વાહવાહ બેલા. તેમને મુદ્દો તે મોક્ષને જ છે. તે માટે એ કહેલાં છે. હવે તે જ્ઞાન, ચારિત્રનો ઉપયોગ આપણે તે આહાર, ઋદ્ધિ આદિમાં કરેલ છે, અને તેમની મુરાદને બગાડી નાખી છે-વેડફી નાંખી છે. અર્થાત જગતના જીવોના ઉદ્ધારને માટે તે તપ, જ્ઞાન કે ચારિત્રને ઉપયોગ કર્યો નથી, તેથી તે પ્રપંચ ગણાય. એટલે સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન કે ચારિત્ર તે પ્રપંચરૂપ છે
તંદ્રિયાની જેમ માત્ર શબ્દ પકડવાનો નહિ હવે જ્યાં પ્રપંચ હેય ત્યાં સાધુપણાની સ્થિતિ ન ગણી શકાય, તેથી નિર્યુક્તિકારે નક્કી કર્યું કે જ્ઞાન ગ્રહણ કરે પણ જોડે સમ્ય
ક્શનને લે. ચારિત્ર પાળો પણ સાથે સમ્યગ્દર્શનને રાખે. તમે કરો પણ સાથે ર્શનને માને અને પ્રપંચી ત્રણમાં ન કરે. જે દર્શનને જોડે રાખશે તો તે જ્ઞાન, ચારિત્ર કે તપમાં પ્રપંચ નહિ જ રહે. હવે સંખ્યગ્દર્શનની આ ગુણસ્તુતિ કે પ્રશંસા કહી પણ તેનું એકંલું નામ જ પકડીએ એટલે જ્ઞાન-તપ કરીએ તેમાં સાથે બેલી દઈએ કે તે ક્શન સહિત જ છે તેથી ચાલશે ને? તે કહે છે કે ના, અહીં સમ્યગ્દર્શન વસ્તુ હોવી જોઈએ પણ તેને શબ્દ