________________
૧૦૪
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન છે તે પિતે સુંદર છે અને બીજાને સુંદર કરે. જ્ઞાન એવી ચીજ છે કે તેને દર્શન સુંદર કરે. જેમ લેટને સ્વભાવ છે કે ગળથી મટે થઈ શકે. તેમ અહીં જ્ઞાન અને ચારિત્રને સ્વભાવ છે કે તે દર્શનથી સારાં બને અને તેથી જેને સમ્યગ્દર્શન હોય તેનાં મૃત, ચારિત્ર, તપ એ સ્વસ્વભાવે થાય. હવે જેને સમ્યગ્દર્શન ન હૈયા તેનાં મૃત, ચારિત્ર કે તપ આત્મીય દષ્ટિએ સફળ ન થાય. દર્શન વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ તે કપટ જ કેમ? ' હવે તે સફળ કરે કોણ? મૂર્ખ મનુષ્ય પણ પ્રયજન વિના પ્રવૃત્તિ ન કરે. તેમાં વળી આ શાસ્ત્ર ભણવાનું, ચારિત્ર પાળવાનું, તપ કરવાનું એ નિષ્ફળ કેમ હોય ? શું તેનાં માટે જુદું જ ફળ છે ? નિર્યુક્તિકાર કહે છે કે—કેટલાકોને આહાર, ઉપાધિ આદિ માટે-જ્ઞાનચારિત્ર-તપ હોય છે. કેટલાકને પૂજા માટે, વિક્રિયાદિ લબ્ધિ માટે ચારિત્ર તપાદિ હોય, અરે! અભિમાન માટે પણ જ્ઞાન, ચારિત્રાદિ હોય. આવી રીતે જ્ઞાન, ચારિત્ર કે તપ કરાય તે આત્માની દૃષ્ટિએ સફળ થઈ શકતાં નથી. દુનિયાદારીની દૃષ્ટિએ તે કપટ ગણાય છે. એટલે દર્શન વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ કરાય તે ૫ટ રૂપ છે. હવે જે ધાર્મિક દષ્ટિએ ક્રિયા આદિ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, ચારિત્ર પાળે કે તપ કરે, તેને તમે કપટરૂપ કહે છે તે હદ વાળી એમજ ગણાયને? વાત ખરી, પણ એક વાત ધ્યાનમાં રાખો કે શેઠે મુનીમને પાંચ હજારની ચિઠ્ઠી આપી કે અમુક જગથી લઈ અમુક જગે ભરવા. અહીં મુનીમે લીધા ખરા પણ ભરવામાં સ્થાનાન્તર કર્યું. અહીં મુનીમે લીધા, ચિઠ્ઠી : શેઠના હાથની છે, છતાં મુનીમ બેઈમાન થશે. કારણ કે તેણે બીજા સ્થળે ભર્યા. તેમ અહીં પણ આ જ્ઞાનકથન કર્યું કેણે? ચારિત્ર, તપ આદિ વાત સમજાવી કોણે ભગવાન જિનેશ્વર મહારાજે જે તે જ્ઞાન, ચારિત્ર કે તપ નિરૂપણ કર્યા છે, તે કહે કે ચિઠ્ઠી લખનાર તે જિનેશ્વર જ કર્યો ને? ' 'મોક્ષની હુંડી પુદગલ માટે ન વટાવાય છે કે :
હવે તેમણે જે દ્વાદશાંગીની રચના કરી. સામાયિકાંદિ ચારિત્ર