________________
ત્રીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
શું કામ લાગે ? તે કહે છે કે–આત્માનું જે શુદ્ધ સ્વરૂપ તેને આસ્તિકોએ મોક્ષ કહેલ છે. મોક્ષશબ્દ કોઈને ન ગમે તે આત્માનું સુંદર સ્વરૂપ મેળવવું એમ લે. હવે આ જન્મમાં કોઈ એવું સર્ટિફિકેટ આપે તેમ નથી કે આ જીવને રેગ નહિ થાય કે ફરી જન્મ પણ નહિ થાય. આવી જગ્યા પણ કોઈ બતાવશે નહિ. ચૌદ રાજલોકમાં એવી એક પણ જગ્યા નથી કે જેમાં રોગ, શોક કે જન્મ ન હેય. ફક્ત મોક્ષ નામની એક જગ્યા છે કે જેમાં ગયા પછી અનંતા કાળચક્ર પછી પણ જન્મવાનું કે ભરવાનું ન થાય. રોગ, શોકાદિ પણ ન થાય. આવું સર્ટિફિકેટ ત્યાં જ મળે. '
પ્રથમ કર્મ રાજાને જીતવાની જરૂર હવે પાદશાહના મહેલમાં પાદશાહ અને નેકર બંને જાય. પણ અહીં પાશાહ જાય તે માલિકી તરીકે અને નોકર જાય તે નેકરના હિસાબે. તેમ અહીં મેક્ષે બે રીતે જવાય. આત્માની સ્વતંત્રતાએ પણ જવાય અને કર્મના બળે પણ જવાય. પાદશાહના મહેલમાં નોકર જાય તે પરાધીનતાએ. તેમ અહીં સિદ્ધના સ્થાનમાં માલિકી તરીકે કોણ જાય? કર્મરાજાના શત્રુને જે જીતે તે જ જઈ શકે. હવે રાજા અને કેદી વચ્ચે જગતમાં ફરક છે? તે અને સિંહાસને બેમે તે રાજા અને હારે તે કેદી. તેમ અહીં આત્માને અંગે કર્મની સાથે યુદ્ધ ખેલવા માંડ્યું અને તેના તાબામાં આવ્યા તે કેદી અને તે કમને છતીએ તે માલિક બનીએ અને રાજા થવાય. બીજાને હક ખસેડીએ નહિ ત્યાં સુધી આપણે હક ન થાય તેવી રીતે આ જીવની સ્થિતિ ઉપર કરાજાએ અનાદિનો હક કરી તેને તાબે કરેલ છે. માટે પ્રથમ કર્મરાજાને જીતવાની જરૂર છે. આ કર્મ એકલું નથી પણ એકની પાછળ બીજું લાગે છે, એથી એનું સૈન્ય છે. જેમ ' જિવા ઈદ્રિય અંગે રાગ લાગેલ છે તેમ.
મોક્ષમાર્ગનું મૂળ શું? હવે સારી ચીજ વાવો પછી તેની ગતિ આગળ વધતી જાય,