________________
૧૦૦
- શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માટે કહે છે કે સિદ્ધિ એટલે મોક્ષ જે છે તેનું મૂળ શું ? કર્મરૂપ સૈન્યને જીતવું તે. તે કર્મ લશ્કરને જીતીને તેની હાર કર્યા વિના સિદ્ધિભાર્ગ મળી શકે તેમ નથી, માટે પ્રથમ કર્મક્ષય કરે તે જ • મેક્ષમાર્ગનું મૂળ છે. હવે તે કર્મક્ષય સમ્યગ્દર્શન વિના ન જ બની શકે, તે પછી સમ્યજ્ઞાન કે ચારિત્ર વિના પણ તે મોક્ષ નહિ જ બને. હવે સમ્યગ્દર્શન કઈ દિન જ્ઞાન કે ચારિત્રને ખરાબ રહેવા ન જ દે. તે જ્ઞાનને સમ્યફ બનાવી દે પણ ચારિત્રને સમ્યફ શાથી કરશે ? . તે કહે છે કે ચારિત્રથી રહિત મોક્ષે જશે પણ દર્શન રહિત મોક્ષ નહિ જ જાય. એટલે સમ્યગ્દર્શન વિના મોક્ષ થતું નથી. . જ્ઞાનને સમ્યફ બનાવે છે. ચારિત્રની દરકાર રાખતું નથી. આવું આ સમ્યગ્દર્શન હોવાથી તે કર્મક્ષયના કારણરૂપ અને સિદ્ધિના મૂળરૂપ છે. માટે જે મોક્ષની ઈચ્છા હોય તે કર્મરૂપ સૈન્યને જીતવા તૈયાર થવું જોઈએ, અને તેમ તૈયાર થવા માટે પ્રથમ સમ્યગૂર્શન માટે તૈયારી કરવી પડે. ' ' . .
આત્મામાં સમ્યગ્દર્શન થયા પછી શું શું બને?
હવે સમ્યગ્દર્શન આત્મામાં થાય તે પછી શું શું બને? તે કહે છે કે જે સમ્યગ્દર્શનવાળો હોય તે જ્ઞાન, તપ, ચારિત્ર કરે તે સર્વ સફળ જ થાય. જેમ દુનિયાદારીમાં વફાદાર હોય તેની અક્કલ આપણને આધારરૂપ બને પણુ લુચ્ચાની ચાલાકી કે પ્રવૃત્તિ ત્રાસરૂપ બને. જ્યારે વફાદારની ચાલાકી કે પ્રવૃત્તિ આપણને મંગળરૂપ થાય છે. તેમ અહીં સમ્યગ્દર્શનવાળો જીવ જે કઈ હેય તેનું જ્ઞાન, તપ, ચારિત્ર એ બધું જ સફળ જ થાય. એટલે બીજી રીતે કહી શકીએ તો થતા જ્ઞાનને નિષ્ફળ થતું બચાવવું હોય તે સમ્યગ્દર્શનમાં ઉધમ કરવાની જરૂર છે. તેવી જ રીતે તપ અને ચારિત્ર પણ નિષ્ફળ થતાં અટકે છે, પણ તે સમ્યગ્દર્શનથી સફળ બને છે. માટે કર્મક્ષયની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શન માટે પ્રયત્ન કરવો જોઈએ.