________________
શ્રીઆચારાંગસૂત્ર | [ વ્યાખ્યાન લીધે એમનું તીર્થંકરપણું માનવામાં આવ્યું છે. દુનિયાની તમામ વસ્તુઓ જગતનાં કારણોથી મળે પણ જે જગતની પાસેથી કે બીજા પાસેથી ન મળે તેવી વસ્તુ કઈ કે જે તીર્થકર મહારાજા આપે છે અને તેથી આપણે તેમને તીર્થકર માનીએ છીએ? | તીર્થકર ધર્મ બતાવે છે, બનાવતા નથી
હવે જેને તીર્થકરને કર્તા તરીકે, જન્મદાતા તરીકે માનતા નથી છતાં તેમને માને છે ખરા પણ કઈ રીતે? તે કહે છે કે જગતમાં સૂર્ય ઉધોત કરી ઉપકાર કરે છે. તેમ તીર્થંકર મહારાજા જગતને જે ઉપકાર કરે છે તે માર્ગ બતલાવવા તરીકે કરે છે. શું કરવાથી આત્મા ઘેરાયા છે અને સંસારમાં રખડે છે, અને શું કરવાથી ભવનો છેડો પામી, સંસારથી તરી, ભાવિ સુખને પામે છે, આ બે રસ્તાઓને ઉપદેશ તેઓ આપે છે. હવે આ બે રસ્તા પિતે બનાવતા નથી પણ બતાવે છે. જિનેશ્વર મહારાજે કહ્યું ત્યારે જ પાપ થવા માંડયું કે રોકાવા માંડયું એમ નથી. તેમના ઉપદેશ પહેલાં પણ છવો હિંસાદિ કરીને પાપ તે બાંધતા હતા અને હિંસાદિ ન કરીને કર્મની નિર્જરા પણ કરતા હતા. હીરે છે કે કાંકરો તે કંઈ દી બનાવતું નથી, પણ દીવે તે માત્ર તે વસ્તુને બતાવી દે. જેમ દીપક હીરે અને કાંકરો બતાવી આપે છે, તેવી રીતે જિનેશ્વરે પણ ધર્મને બતાવી દે, ધર્મને બનાવતા નથી, તેમજ અધર્મને બતાવી દે પણ બનાવી ન દે.
દીપક, સૂર્ય સમા ઉપકારી જિનેશ્વર હવે જેવી રીતે જગતમાં દીપક, સૂર્ય ઉપકારી પદાર્થો છે, તેવી રીતે પ્રભુ પણ ધર્મ-અધર્મ બતાવીને ધર્મમાર્ગનો ઉપદેશધર્મમાર્ગે જવાને ઉપદેશ આપે તેથી ઉપકારી છે. હવે લાખને હીરે ધૂળમાં ખેવા હોય તે તે મેળવે શાથી ? ભલે દીવાસળીની કેડીની કિંમત હોય છતાં તેનાથી તે મળે, એટલે ઉપકાર તો તેને જ. હવે જિનેશ્વર મહારાજ આપણા જેવા શરીરાદિવાળા છે પણ સાથે ધર્મમાર્ગ