________________
ત્રીશમું ] અધ્યયન ૪ઃ સમ્યફવ પ્રકાશવાની શક્તિવાળા છે અને તે બતાવવાને ઉપદેશ પણ તેઓ જ આપી શકે છે. આ ચીજ જગત્ માત્રમાં ન જ મળે. જગતમાં બીજી ચીજો મળે. માત્ર ધર્મનું સ્વરૂપ જગતમાં જાણવા ન મળે. હવે ધર્મનું સ્વરૂપ બતાવનારા તીર્થકરે જ છે, તેથી તેમને પરમેશ્વર તરીકે માનીએ છીએ. તેઓ પ્રથમ એ સંદેશો આપે છે કે તમે તમારા આત્માને ઓળખે. તમારા દરેકના આત્મા ઉત્પન્ન થવાવાળા છે.
- નાસ્તિક પણ ઔત્પાતિક માને છે
હવે નાસ્તિક પણ ઔત્પાતિક માને છે. ત્યાતિક એટલે શું ? ઉત્પાત એટલે પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થાય તે અત્પાતિક કહેવાય. પરભવ કે શરીરથી જીવને જેઓ જુદો નથી માનતા તે પણ ઉત્પાતને માને છે ખરા, પણ અહીં ઉત્પાતનો અર્થ શો થાય ? જેને ઉપજવાનું છે, અર્થાત જે આમાં ઉત્પન્ન થવાવાળો છે-ઉપજવાવાળો છે. આ વાક્યથી ગણધરના સંશો કેમ કપાયા અને તેથી આ વાક્યને અગ્રપદ કેમ આપ્યું ? ઇંદ્રભૂતિને પ્રશ્ન એ હતું કે-જીવ છે કે નહિ ? પ્રભુએ સમાધાનમાં જણાવ્યું કે-જીવ છે અને તે ઉત્પન્ન થવાવાળો છે. આટલી વાત કહી. અગ્નિભૂતિ કર્મને ન માનનારે તે તેના સંશયના છેદને માટે જીવ છે અને તે પોતપોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે એમ જણાવ્યું. વળી વાયુભૂતિ આદિના સંશયને માટે પણ જીવ ઔત્પાતિક એટલે ભવોભવ ઉત્પન્ન થવાવાળો છે એમ કહ્યું.
ગણધરના સંશોનું છેદન - હવે જીવ જેવો આ ભવમાં હેય તે જ પરભવમાં ઉત્પન્ન થાય છે? તે કહે છે કે ને. પણ જેવાં કર્મો કરેલાં હોય તેવી રીતને ઉત્પન્ન થાય. જે તે દિશામાંથી આવેલે ઉત્પન્ન થાય. આવી રીતે ચારે દિશામાંથી કે ઊર્ધ્વ અધે દિશામાંથી આવીને પણ ઉત્પન્ન થવાવાળા જીવ હેય. અર્થાત્ પુણ્ય પાપના આધારે જ જીવો ઉત્પન્ન થાય. હવે જે એકલા પુણ્ય માનનારા અને પાપ ન માનનારા અને