________________
૯૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ભાગને આપનાર, દુ:ખને સહન કરનાર, અને મરણને ભાગ મનવા તૈયાર અનેલા છતાંન જીત્યા. કારણ કે તે આંખે અપગ હતા, તેથી તેની સ ક્રિયા નિષ્ફળ નિવડી અને પોતે કેદ થયા. આમ દુનિયામાં બને એટલે દુનિયામાં મનનું જોર કામ ન લાગે. ત્યાં તે કુટુંબ કે કાથળીનુ જોર કામ લાગે. આત્મામાં તે મનના જોરે વધવાનું છે ત્યાં દુનિયાનું જોર જોવાનુ નથી.
તાકાત છતાં અધની દુનિયામાં પણ હાર
હવે એ વાત જોડીને કામ શું ? તા કહે છે કે કુટુંબ કોથળીવાળા હોવા છતાં અક્કલ વિનાના હોય તો તે ફાવી ન શકે, પણ અહીં વીરસેન અલવાળા છે. હવે પાણીમાં તરનારા કુશળ છતાં તરવાની ક્રિયા ન કરે તેા પછી ડૂબી જ જાય. માથે એજ વધારે લાગ્યા હોય તે પછી તરનારા પણ શું કરે? અહીં તરવાની ક્રિયાવાળા પ્રતિબધ વિનાના હોય તેા જ તરી શકે. કુટુંબ, ધન અને ખાદ્ય સુખ આ ત્રણ ચીજો જગતના જીવાને ભારરૂપ છે. પરભવનું સાધન કરવામાં આ ત્રણ અંતરાયભૂત છે, તેથી ત્રણે વસ્તુને છેડે છે, ક્રિયા પણ કરે છે, વળી તે દુ:ખ ન થાય એ રીતે નહિ પણ સામી છાતીએ દુઃખને સહે છે. આમ છતાં આંધળા વીરસેન શત્રુસૈન્યને ન જીતી શકયા. અહીં મનનું જોર નથી ચાલતું. તેમ દુનિયાદારીમાં, પણ આત્માની બાબતમાં તો મનનું જ જોર જોઇએ, તે માટે નિયુતિકાર દૃષ્ટાંતની સાથે જ તે વાતને ધટાવે છે.
અનતી વખત દ્રવ્ય-ચારિત્ર પછી જ
ભાવ ચારિત્ર
તેઓ કહે છે કે-આ ધર્મીમામાં પણ્ સવ સાવધ-આરંભપરિગ્રહની નિવૃત્તિ કરી ગયેલ હોય-અહી નિવૃત્તિ કરી એટલે પચ્ચક્ખાણ કર્યાં –હવે તે કર્યાં પછી પાછાં ભેગાં થવાનું એમ નહિ, પણ સ્વજન, મન, માલ આદિ છેડી દે છે. મહાવ્રતાને અંગીકાર કરી દુ:ખની ક્રિયામાં ક્રે છે. ચારિત્રનાં કષ્ટો સહન કરે, પણ જેને સાધ્યને નિશ્ચય નથી, અરે, તેને ખ્યાલ નથી તે ઇ દિને સિદ્ધિને પામી શકે નહિ.