________________
ઓગણત્રીસમું] અધ્યયન ૪: સમ્યક્ત્વ અહીં બે વાત ધ્યાનમાં લેવાની છે. સમ્યગદર્શન વિનાના જ્ઞાનવાળો જૈન દર્શનને માનવાવાળો છતાં નિશ્ચય ન હોવાથી તેને મિથ્યાદષ્ટિ કહીએ. તેમજ જૈન શાસનથી જુદી પ્રવૃત્તિ હોય તેને પણ મિથ્યાદષ્ટિ કહીએ. હવે શાસ્ત્રકાર જુદી જ વાત કરે છે કે જેના દર્શનનું જ્ઞાન અને ચારિત્ર હાલ જુદી રીતે હોય, છતાં કાલાંતરે તે જૈન દર્શનના જ જ્ઞાન અને ચારિત્રને પામશે. જેમ છોકરો ખોટો એકડે સેંકડો વખત કરે પછી જ સાચે કરે. તેમ આ આત્માને પુદ્ગલાનંદીપણું, ઇંદ્રિયારામાપણું અનાદિ કાળથી લાગેલ છે, તેથી આત્મારામીપણું લાવવું મુશ્કેલ છે. હરિભદ્રસૂરિજી કહે છે કે અનંતી વખત દ્રવ્ય-ચારિત્ર આવે ત્યારે જ ભાવ-ચારિત્ર આવે. તેવી જ રીતે જ્ઞાન માટે પણ સમજવું.
મદેવી માતાને એકાએક મેક્ષ ક્યાંથી મળ્યો?
આ સિદ્ધાંત કર્યા પછી શિષ્ય શંકા કરી કે મરુદેવા માતાને ત્રપણું મળ્યું નથી. તેઓ મનુષ્યપણું પામ્યા નથી. તેઓ તે
અનાદિ નિગોદમાંથી નીકળીને આવ્યા હતાં, તેમને ક્યાંથી મોક્ષ મળ્યો ? તેમને દ્રવ્ય–ચારિત્ર કે જ્ઞાન અનંતી વાર આવેલ નથી. ફકત ભાવ જ્ઞાન અને ચારિત્ર એકી સાથે આવી ગયાં હતાં. આ શંકાથી સિદ્ધાંતને શિષ્ય તેડ્યો, પણ બીજુ દષ્ટાંત શિષ્યને પૂછ્યું તે તે મૌન ધરી ગયે. બીજુ દૃષ્ટાંત ગોત્યું પણ મળતું નથી. કહે કે કોઈક જ જીવ એવો હોય કે જે અનાદિ નિગોદમાંથી આવ્યો હોય અને અનંતીવાર દ્રવ્ય જ્ઞાન કે ચારિત્ર પામ્યા સિવાય સીધે ભાવ-જ્ઞાન કે ભાવ-ચારિત્ર પામી જાય. દસ અચ્છેરાની વાત સાંભળીએ છીએ કે તીર્થકરને કેવલીપણે ઉપસર્ગાદિ બન્યાં નથી તે અનંતી ઉત્સર્પિણ કે અવસર્પિણુએ બન્યાં. તેવી જ રીતે અનંતી ઉત્સર્પિણ અને અવસર્પિણીએ જ આ મરુદેવા માતાની સિદ્ધિને બનાવે છે. તેથી તે આશ્ચર્યરૂપ હોવાથી દૃષ્ટાંત રૂપ ન લેવાય. - મિથ્યાષ્ટિનાં જ્ઞાન-ચરિત્રની શી કિંમત ? '
હવે દરેક જીવ પ્રિયકમાં અનંતીવાર ઉત્પન્ન થયે તે દ્રવ્ય ચારિત્ર