________________
છે.
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
બચ્ચાંઓ કે સ્ત્રીઓ માટે દષ્ટાંતની જરૂર
હવે તેના માટે કોઈ દષ્ટાંત છે ખરું ? તો કહે છે કેકાલ્પનિક અને બનેલું એમ બે દષ્ટાંત હેય. તેમાં કાલ્પનિક તે ખડું કરેલું અને બનેલું તે ચરિત કહેવાય. હવે અહીં વફાદારીનું દષ્ટાંત તે કાલ્પનિક ગણાય, પણ ચરિત દષ્ટાંત કોઈ બતાવશે? અહીં મોક્ષમાર્ગને અંગે સમ્યફતની મુખ્યતા જણાવવા માટે. તેમ જગતમાં વફાદારી જણાવવા માટે રાજાના બે કુંવરનું દૃષ્ટાંત આપે છે. એક કુંવર અંધ છે. બીજો કુંવર દેખતો છે. આ કથા અહીં શી? કથાઓ તો બાયડી છોકરાઓ જ કરે. મોટાઓ ન કરે. વાત ખરી, પણ શાસ્ત્રકારે સર્વને બોધ કરવાની ભાવના રાખે એટલે જે જેવી રીતે સમજે તેને તેવી રીતે સમજાવવા ફરજ પાડે છે. એટલે હુકમ દાખલા, દલીલોથી સમજાવવા પડે. અહીં દષ્ટાંત તે સમજુ માટે નથી. સમજુ માટે તો હેતુ, લીલો કહી ગયા પણ જે બચ્ચાંઓ કે સ્ત્રીઓ છે તે હેતુ, યુક્તિમાં કે ઓર્ડર-હુકમમાં ન સમજે પણ દાખલાથી તેઓ સમજે માટે તેમના બંધ માટે અહીં દાખલ આપવો જરૂર છે.
રાજાના બે કુંવરનું દૃષ્ટાંત [ ] ' તેથી કહે છે કે ઉદયસેન નામના રાજાને વીરસેન, સૂરસેન નામના બે પુત્ર છે. ઉદ્યસેન નામનો અર્થ એ છે કે જેની સેનાને ઉલ્ય છે. તેથી ઉદયસેન રાજા નામ છે. પ્રાચીન કાળમાં સેનાના બળે રાજ્યનું બળ ગણાતું. પુત્રનું નામ વીરસેન અને સૂરસેન છે. તાકાત તે શારીરિક ચીજ છે. ઉત્સાહ એ માનસિક ચીજ છે. અહીં વીરસેનનું નામ રાખવાથી તેના વીર્યના પરાક્રમવાળી હોય. શીર્વવાળી સેના હોય. આવાં નામે પાશ્તામાં પણ બુદ્ધિ જોઈએ. આજકાલ નામ પાડવામાં કાંઈ ખ્યાલ જ નથી રખાતો. હવે નામ વ્યવસ્થિત પાડ્યાં હોય તો પિતાની પ્રવૃત્તિ કરવામાં વિચાર થઈ શકે. હવે બીજા લકો પાપને હડસેલે છે. શાથી? પુણ્યથી. પણ જેને પુણ્ય-પાપ બંનેને ભોગવવાનું માને છે. પાપ નિર્જરાથી, નિર્જરાનાં કારણથી,