________________
અવસમુ ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૮૧ તપાદિથી નાશ પામે, પણ પુણ્ય પાપ ઠેલાય' એ માન્યતા જૈન શાસન નથી ધરાવતું. કારેલાના શાકમાં ગોળ નાંખે તેથી કડવાશ અને મીઠાશ બંને જીભે લાગવાની છે. જેમ કડવાશ કે મીઠાશ એ બંને સ્વતંત્રપણે રહેવાનાં. તેમ અહીં પુણ્યપાપ બંને ભોગવવાનાં જ.
પુન્યથી પાપ ન ઠેલાય અહીં રાજાના ઘરે કુંવર જ, પણ આંધળે છે. અહીં પુણ્યથી પાપ ન ઠેલાયું. નહિ તો અંધત્વ ન આવત. હવે પાપ ઠેલાય ખરું પણ તે નિર્જરાથી, પુણ્યથી નહિ. પાપને નાશ કરનાર નિર્જરા છે, પણ પુણ્યથી પાપનો નાશ ન થાય. પુષ્ય-પાપ બંને સ્વતંત્ર ચીજે છે. તેથી તે બંને તે તેમણે ભોગવવાં જ પડે. તેથી અહીં વીરસેન કુંવર આંધળો છે. અહીં રાજાના ઘરે જન્મવું તે પુણ્યથી છે. તે પુણ્યથી હવે આંધળાપણું જતું હેત તો અહીં અંધાપો ન હેત. અહીં પુણ્ય ને પાપ બંનેને ભોગવટો છવને લેવો પડે છે.
અંધમાં દેખતા કરતાં વધુ અકકલ અને અભ્યાસ - અહીં દુનિયાને જેને અનુભવ હશે તેને ખ્યાલ હશે કે દેખતાઓ જેટલો અભ્યાસ કરે તેના કરતાં આંધળો વધુ અભ્યાસ કરે. દેખતાઓ આંખને ઉપયોગ કરે તેથી શક્તિને વ્યય પણ થાય. હવે અક્ષ અને અભ્યાસ આંધળામાં વધુ હોય છે. અહીં આંખે અપંગ એવા કુંવરની શી દશા થશે? એ વિચારથી રાજાને દયા આવી તેથી તેણે તેને ગાયનાદિની કળાઓ શીખવી. હવે જે સૂરસેન છે તે રાજકુંવરની ગાદીને લાયક છે. તેને રાજ્ય ચલાવવા લાયક કળાઓ ધનબની, બાણાવળી વગેરેની કળા શીખવી. આ વાત સાંભળીને આંધળા કુંવરે રાજાને વિનંતિ કરી કે પિતાજી મને ધનુર્વેદની વિધા શીખવો. અહીં બંને પુત્ર સરખા છીએ તેથી મિલ્કત આપવામાં ભેદ ન કરે. મને સંગીત શીખવો અને એને ધનુર્વેદ કેમ ? કાળામાથાને માનવી શું ન કરે ? માટે મને પણ ધનુર્વેદ તો શીખવો જ,