________________
અઠ્ઠાવીસમુ' ] અધ્યયન ૪: સમ્યકૃત્વ
૭૯
પણ સમ્યગ્દર્શન હોય તો જ ચારિત્રનું સભ્યપણું કહેવાય. અહીં જ્ઞાન ને ચારિત્ર સમ્યગ્દર્શન વિના મનાય જ નહિ. શાથી? દુનિયામાં સમજણવાળા છે છતાં સમ્યગ્નાનવાળા કેમ ન કહેવાય? તેમ પાપથી ડરવાવાળા છે છતાં સમ્યક્ચારિત્રવાળા કેમ ન ગણાય ?
જાસૂસની સમજણ કે પ્રવૃત્તિથી રાજ્યનું સત્યાનાશ
જાસા અને વસ્તુ કરે. એટલે રાજ્યના ટેક્ષ-કર પણ આપે અને હુન્નરઉદ્યોગની તરકીબ પણ કરે, પણ તેમાં રાજ્યનુ સત્યાનાશ જ હોય. જાસૂસની પ્રવૃત્તિ આશીર્વાદરૂપ ન હોય. વાદારની સમજણ કે પ્રવૃત્તિ તે જ રાજ્યને આશીર્વાદ સમાન અને, જાસૂસની સમજણ કે પ્રવૃત્તિ તે રાજ્યને શ્રાપ સમાન છે. તેમ અહીં જેને આત્મકલ્યાણનું ધ્યેય ન હોય, વાદિક તત્ત્વો તરફ, જ્ઞેય, ઉપાદેય તરફ વિચાર ન કર્યો હોય, તેવાની સમજણુ આત્મકલ્યાણને માટે શ્રાપરૂપ જ છે. આત્માના કલ્યાણને માટે કોની સમજણુ આશીર્વાદરૂપ બને ? જેણે આત્મકલ્યાણ કરવાના નિશ્ચય કર્યો હેાય તેની.
વફાદારની સમજણ કે પ્રવૃત્તિ રાજ્ય માટે આશીર્વાદ
હવે સમજણનું સારાપણું કે પ્રવૃત્તિનું સારાપણું તે વજ્રાદારીને અંગે ગણાય. હવે જેને આત્મકલ્યાણની સમજણુ નથી, તેવાની પ્રવૃત્તિ આત્માને શ્રાપરૂપ જ બને, પણ જેણે મેાક્ષ સાધવાનો નિશ્ચય કર્યા હોય તેવાની પ્રવ્રુત્તિ આત્માના કલ્યાણને માટે આશીર્વાદરૂપ બને. તેમ અહીં જ્ઞાન અને ચારિત્ર આત્મકલ્યાણને માટે કચારે. બને ? સમ્યગ્દર્શન હોય તો જ. હવે જેને ઈંદ્રિયાના પાષણમાં ધ્યેય છે, પુદ્ગલને એશઆરામમાં રાખવાની ભાવના છે તેની પ્રવૃત્તિ સુંદર કેમ ગણીએ ? જ્ઞાન કે ચારિત્રનુ સમકિતપણ તે સમ્યગ્દર્શનના પ્રતાપે ગણાય. જૈની દૃષ્ટિ ખરાબ હોય તેનુ જ્ઞાન કે ચારિત્ર તે પણુ ખરાબ જ ગણાય. જાસૂસની પ્રવૃત્તિ કે સમજણુ તે રાજ્યને ફાયદાકારક નથી, પણ વધાદારની સમજણુ કે પ્રવૃત્તિ ફાયદાકારક હોય.