________________
७८
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પણ તેને કાઢવા માટે કોઈ સત્તાધીશને હુકમ ચાલતું નથી. રાજામહારાજા, વાસુદેવ કે ચક્રવતી કે ઇદ્રો પણ નિરુપાય છે.
અનાદિની આપત્તિ નિવારવાના ઉપાયો - હવે તે નિરુપાય આપત્તિ ટાળવા માટે ઉપાય છે ખરે. વળી તે બહાર લેવા જવાનો નથી. અરે ! ઘરને આંગણે કલ્પવૃક્ષ છતાં જે દરિદ્રતામાં જન્મ પૂરો કરે તેને શું કહેવું ? તે બેનસીબ જ ગણાય. તેમ અહીં આ આત્મા જન્મ, મરણાદિ આપત્તિઓને ભોગવ્યા કરે અને તેને દૂર કરવાને ઉપાય પોતાની પાસે છે, બહાર લેવા જવો પડે તેમ નથી. સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્રરૂપ ત્રણ વસ્તુ પિતાના અત્મામાં જ છે. તે ત્રણ વસ્તુઓ જ રોગોને દૂર કરે. જન્મ, જરા, ભરણાદિ આપત્તિને દૂર કરનાર આ રત્નત્રયી જ છે, તે બહારની નથી પણ તમારા આત્મામાં છે. તે ત્રણ ચીજોમાં દર્શન અને ચારિત્રના ત્રણ ત્રણ ભેદો જણાવ્યાં અને જ્ઞાનને અંગે બે ભેદ જણાવ્યા. આ ત્રણે ય પ્રકારની સુંદર ચીજો તમારા આત્મામાં જણાવી.
' સમ્યગ્દર્શન હોય તે જ સમ્યગ જ્ઞાન હોય ' હવે અહીં શિષ્ય શંકા કરે છે કે-ત્રણ સમકિત સાંભળતાં નથી. માત્ર સમકિત તો એક જ સાંભળીએ છીએ. જ્ઞાન અને ચારિત્રને સાંભળીએ છીએ ખરા, પણ તેને સમકિત શબ્દથી કહેતા નથી. હવે તમે આગળ અધ્યયનમાં એકલા સમ્યગ્દર્શનને સમકિત કહેવાના છે તે પછી અહીં સમકિત તો ત્રણેમાં છે. જ્ઞાન કે ચારિત્રમાં પણ સમકિત છે છતાં એકલા દર્શનને તેની મહોરછાપ કેમ? વાત ખરી. પરંતુ જગતમાં શેઠ આવે તેની પાછળ વાણોતર આવે. છતાં તમે શેઠ આવ્યા એમ બેલે પણ વાતર આવ્યો એમ ન બોલે. શેઠના આવવાથી વાણોતરા આવી જ જાય. હવે જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં જ સમ્યજ્ઞાન કે સમ્મચારિત્ર હેય. હવે સમ્યગ્દર્શન ન હોય તો સમ્યજ્ઞાન કે સમારિત્ર ન ગણાય. તેથી ટીકાકાર કહે છે કે-સમ્યજ્ઞાન હેય ક્યારે ? તો કહે છે કે સમ્યગ્દર્શન હોય તો જ. ચારિત્ર અંગે