________________
અવીસમું] અધ્યયન ૪: સમ્યવ ૮૩ રસ્તામાં પડેલ કૂતરાને હાથીના લમણું પર ફેંકયું. એને ઓસાનરૂપે કામે લગાડયું. તેમ અહીં વીરસેન કહે છે કે–આંખ શું કામ લાગે? તે તો તેની નજીકમાં રહેલી વસ્તુને બતાવે ત્યારે શબ્દ તો દૂરથી પણ સંભળાય. અહીં છેટેથી આવેલા અવાજને હું સાંભળું છું. પછી નજીકમાં દેખનાર એવી આંખ છે કે નહિ તે વિચારવાનું છે જ નહિ. હવે મારામાં જેમને ભરોસો એટલે બધે છે. શાને ? શબ્દવેધીપણાને. ટાંકણું ખખડે તેને અવાજ આ શ્રવણેન્દ્રિય જાણું લે છે. અહીં શત્રુસૈન્ય આવેલ છે, ત્યારે યુદ્ધને આદેશ રાજા પાસે માંગે. હવે દરેક જગે પર સરસેનને આ વીરસેન પાછો પાડે તેથી રાજાએ તેને અતિશય જાણી યુદ્ધને આદેશ આંધળા એવા વીરસેનકુમારને આપે.
શબ્દવેધી બાણેથી શત્રુસેનામાં હાહાકાર
હવે શબ્દશ્રવણથી આંધળા એવા વીરસેને શત્રુના લશ્કરમાં હાહાકાર મચાવ્ય. શાથી ? તે શબ્દવેધી બાણને ઉપયોગ કરવાથી. હવે આ દૃષ્ટાંત પૂરું થયું ? તો કહે છે કે-ના, પ્રાચીનકાળમાં ચરપુરુષ હતા તે માત્ર બનાવ જણાવે. પણ નુકશાન કરવાનું કે ઊથલપાથલનું કામ તેનું નહિ. જાસૂસ તો ખબર કાઢઅને ઊથલપાથલ પણ કરે. અહીં શત્રુના સૈન્યને આંધળો વીરસેન શબ્દવેધી બાણથી મારે છે તે સામા પક્ષને ખબર પડી, એટલે શબ્દ કરવો જ બંધ કર્યો. અહીં ચૂપ થઈને લશ્કરે લડવા માંડ્યું અને તેની ચારે તરફ ફરી વળ્યું. આ ખબર રાજસભામાં પડી ત્યાંથી સુરસેન કુંવર યુદ્ધના મોરચે પહોંચ્યો. શત્રુસૈન્યને હઠાવીને તેણે વીરસેનને છોડાવ્યા. અહીં બાણોને વરસાદ વરસાવ્યું. આ જગે પર દૃષ્ટાન્ત કયું ? અહીં વીરસેનની કથામાં તત્ત્વ શું જણાવવું છે ? તો કહે છે કે જેમ વીરસેનમાં ધનુર્વેદને અભ્યાસ પૂર્ણ અને ક્રિયા પણ પૂર્ણ હતી, અરે, શબ્દવેધીપણું હતું, છતાં દર્શનાક્રયાના અભાવે તે શત્રુને આધીન બન્યો.
| દર્શનક્રિયાનું મહત્વ અહીં સૂરસેન દર્શનક્રિયાવાળો હતો. તેને અલ ઓછી છતાં