________________
ઓગણત્રીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ
દુનિયાના ઉદ્ધાર માટે જ તીર્થકરની દેશના
હવે દુનિયાને જે દેરવાની છે તે અતીન્દ્રિયજ્ઞાનધારા, માટે પ્રથમ આત્મજ્ઞાન એટલે અતીન્દ્રિય જ્ઞાન જોઈએ. હવે જે પોતે અતીન્દ્રિય જ્ઞાનવાળો હોય તે જ જગતને દોરી શકે. જગતને દોરવા માટે અતીન્દ્રિય જ્ઞાન જોઈએ અને તે જ્ઞાન ઘાતિકર્મના ક્ષયથી મળે અને ઘાતિકર્મને ક્ષય ઉપસર્ગાદિ સહન કર્યા વિના કે મોહનીયાદિના ક્ષય વિના થાય નહિ, માટે તે સર્વ કરવાની જરૂર છે. એટલે દીક્ષા, પરીષહઉપસર્ગનું સહન, મોહને નાશ, ઘાતિકર્મને નાશ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ આદિ સર્વ વાનાં જગતના ઉદ્ધારને માટે છે. હવે જે તીર્થકરની દેશના તે પણ જગતના ઉદ્ધારને માટે જ છે.
આચાર્યા ત્રણની દેશના સ્વ–પરતારક હવે આચાર્યાદિ ત્રણની દેશના સ્વ-પર તારક છે. પોતે તરે અને બીજાને તારે. તીર્થકરની દેશના તે પરને તારક છે, પિતે તે તરી ગયેલા છે. આચાર્યાદિ ત્રણમાં તે પિતાને તરવું બાકી છે, તેથી દેશનાધારા પિતાને તરવાનું અને પારકાને તારવાનું પણ કરે છે, તીર્થકરો જે દેશના આપે તે નિઃસ્વાર્થ પરોપકાર માટે જ છે, પિતાને
સ્વાર્થ તેમાં કંઈ નથી, આચાર્યાદિ પોપકારી ખરા પણ તેઓ પિતાનું સાધ્ય પણ સાથે સાધે. તીર્થંકરની દેશનામાં પોતાને કંઈ પણ મેળવવાનું ન હોય. |
તીર્થકર નામકર્મને ક્ષય શંકાતીર્થકર મહારાજે તીર્થકર નામકર્મ બાંધેલ છે તેના ક્ષય માટે તેઓ દેશના આપે છે અને તેથી તે કર્મના ક્ષયરૂપ ફળ તે છે જ ને? સમા–મહાનુભાવ! વાત તે ખરી. મેલ કાઢવા લૂગડામાં સાબુ નાખે, તેથી સાબુ દેવા ગયા એમ બોલતા નથી, પણ મેલ કાઢવા ગયા બેલાય. અર્થાત અહીં લગડાના મેલની સાથે સાબુ નાંખેલો પણ કાઢીએ છીએ, છતાં સાબુ કાઢવા ગયા હતા એમ બોલતા નથી. અહીં સાબુ પિતાની મેળે પેઠે નહોતે, આપણે નાંખ્યો હતે. તેમ