________________
અઠ્ઠાવીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૭૫ વખત ભોગવવો પડે. માટે ગુના જેટલી શિક્ષા હેય નહિ પણ ગુના કરતાં દસગણી શિક્ષા ઓછામાં ઓછી હેય. વ્યાજે રૂપિયા આઠ વર્ષે બમણું અને સોળ વર્ષે ચાર ગણું થાય. અહીં પાપ બાંધીએ અને તેનું વ્યાજ ગણીએ તે તે કેટલી વખત ભોગવવાં પડે? એક ભવમાં કરેલાં પાપો દસ ગુણ તે ભોગવવાં જ પડે.
જગતમાં કુદરતની હદની તપાસ હવે જગતમાં કુદરતની હદ તપાસીએ. શેરીમાં બે જણને અન્યાય થયો હોય તે શેરીને શેઠ નિકાલ લાવે. ગામની પંચાત મુખી પતાવે. દેશની પંચાત રાજા પતાવે. ખંડ ખંડને રાજાની પંચાત ચક્રવર્તી પતાવે, પણ હવે તે ચક્રવર્તીના અન્યાયની પંચાત કોણ પતાવે ? કહો કે કુદરત તેની પંચાતને પતાવશે. એટલે જે સત્તાધીશો હોય તે સત્તાના બહાને જે અન્યાય કરે તેનું ફળ કોણ આપશે? તે કહે કે કુદરત જરૂર ફળ આપશે. ઘરમાં માણસ અન્યાય કરે છે તેનું ફળ તે શેઠ જ આપે. પણ અહીં રાજા અન્યાય કરે અને તે તે સૌથી મોટો છે. હવે તેને સજા કરનાર કોઈ નથી પણ કુદરત તેને છોડતી નથી. માટે કુદરતને માનવી પડશે. જે કુદરતને ન માનીએ તો સત્તા ઉપર અંકુશ કોઈ ધરાવે જ નહિ.
ખૂનની પરંપરાની સજા ક્યાં ભેગવાય ? * અહીં સજા ઉપર અંકુશ ધરાવનાર કુદરત છે, તે પછી વધારેમાં વધારે અન્યાય કરનારનું જીવન કેટલું ? ચક્રવતી કદાચ અધમ કે અન્યાયી હોય તે ક્રેડ પૂર્વ સુધી તેમ કરે. વધારે તે નહિ ને ? પછી તેની દશા શી થાય? હવે અહીં કોડ પૂર્વ સુધી અન્યાય કરનારને તેનું ફળ દસગણું કરીએ તે કેટલું થાય? પ્રાચીન કાળમાં લાયે લગાડાતી હતી અને તે વેદનાથી જીવો મરી ગયા, તેનાથી તે લાય લગાડનારને દસગુણી લાયની વેદના ભોગવવી તે પડે. હવે તેની વેદના વેદાય કયાં? કહો કે આ દારિક શરીર કે જે તિર્યંચ, કે મનુષ્યનાં છે તે દસગણું વેબાને સહન કરી શકે જ નહિ. હવે કોઈ