________________
૭૩
અઠ્ઠાવીસમું ] અધ્યયન ૪: સમ્યફવા शतजालावष्टब्धपरानीकेन मोचितः। तदेवमभ्यस्तविज्ञानक्रियोऽपि चक्षुर्विकलत्वान्नालमभिप्रेतकार्यसिद्धये इति ।
(મારા દીઠ go ૨૭૬) આત્માને લાગેલા રગને વિચાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચેથા અધ્યયનની ટીકા કરતા થકા આગળ જણાવી ગયા કે ચાર વિભાગ જે પાડવામાં આવ્યા છે તેમાં સમ્યકત્વ છે, તે જ આત્માની સમૃદ્ધિ છે. અનાદિ કાળથી આ આત્માએ પોતાની મિક્ત ધનમાલ, કુટુંબકબીલા આદિને ગણેલ છે. તેથી તેને જ્ઞાન, દર્શન કે ચારિત્રરૂપી મિલ્કતને ખ્યાલ ન હોય. નાના બચ્ચાને દુનિયાદારીની ચીજોને ખ્યાલ ન હોય. તેથી મગજમાં આવેલી ચીજોને જ ખ્યાલ હેય. તેવી રીતે આ જીવને પણ દરેક ભવમાં એ દશા થઈ કે ભવમાં જોઇતી ચીજોને ખ્યાલ કર્યો. શરીર, ઈદ્રિય, ધન, કુટુંબ, માલમિલ્કત આદિ ઉપયોગી વસ્તુઓ જે ભવમાં થાય તેને જ ખ્યાલ કર્યો. તેથી પ્રથમ ઉપદેશમાં ભગવાને એ જણાવ્યું કે–તમારી આ બહારની આફતને જુએ. આ મારે આત્મા ભવોભવ ઉત્પન્ન થવાવાળે છે એટલે જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ નડી રહેલ છે તેના નિવારણને રસ્તે કોઈ દિન કર્યો નથી. આપણને જગતમાં કોઈ પીડા આપે તે તેના નિવારણને રસ્તે કરીએ, પણ આત્માને કર્યો રેગ લાગેલો છે, તેના અંગે તપાસ સરખી કરી નથી. અંતરકારણોને તપાસ્યાં નથી. માત્ર આંગણે રહેલા બાવળિયાને કાટ લાગે અને કાઢે પણ તે વાગતા બંધ કેમ થાય તેને રસ્તે ન વિચારે.
રેગનાં મૂળ કારણે તપાસવાની જરૂર હવે જેમ નાનાં બચ્ચાંઓ બાવળિયાને કાંટે વાગે તે તે કાઢીને સંતેષ માને, પણ બાવળિયા કાઢવાનો વિચાર ન કરે. તેમ આ જીવ રેગ, શેક આદિનાં કારણે ભવોભવ આવે તેનું તે તે ભવમાં નિવારણ