________________
७४
શ્રીઆચારાંગસૂત્ર
વ્યાખ્યાન
કરવા પ્રયત્ન કરે, પણ તેનાં મૂળ કારણોને તપાસે નહિ. પછી તેને ફેંકવાને ઉધમ તે થાય જ ક્યાંથી ? હવે અનાદિ કાળથી આ જીવે કાંટાઓ કાઢવાને ઉધમ કર્યો ખરો, પણ બાવળિયા કાઢવાને વિચાર નથી કર્યો. તેથી તીર્થકર મહારાજ ઉપદેશ છે કે આ આત્મા એક છતાં નવા નવા ભવમાં જુદાં જુદાં રૂપો લે છે. પાપના ઉદયે નારક કે તિર્યંચના રૂપે ઉત્પન્ન થાય, મધ્યમ પુણ્યના યોગે મનુષ્યપણે ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટ પુણ્યના પ્રતાપે દેવગતિ પામે. હવે આ બધાં દુઃખે પામે ખરે પણ તે થયાં શાથી ? અને તેનું નિવારણ શી રીતે થાય?
નરકને શી રીતે મનાય ? " - હવે વૈદ રોગ જણાવે અને દવા આપે તે વૈદું કામનું. તેમ અહીં જીવને જન્મ, મરણાદિ ખરા રોગો છે, પણ તેના ઉપાય ન બતાવે તે તે વસ્તુ ન જાણવી સારી. અનિષ્ટ વસ્તુ જાણ્યા પછી તેના ઉપાયો જરૂર જાણવા જોઈએ. જેમ જાગતા મનુષ્યની પાસે સર્પ આવે અને ઊંઘતા પાસે સર્ષ આવે, તે બંનેના ભયમાં ફરક છે, એટલે અનિષ્ટ વસ્તુ જાણતાં તેના નિવારણ માટે ઉપાય તે જાણવું જોઈએ. હવે નારકીનું જ્ઞાન હોય ? કોઈ કહે કે તિર્યંચાદિને નજરે દેખીએ છીએ એટલે માનીએ. દેવને જ્યોતિષ્કના હિસાબે માનીએ, પણ નરકને તો મનાય જ શી રીતે? તે માનવા સારુ કોઈ પણ પગથિયું નથી. મનુષ્ય કે તિર્યંચ પ્રત્યક્ષ અને વ્યવહારમાં છે. સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, તારા આદિ પ્રત્યક્ષ છે. તેથી તેમાં રહેનારા દેવો માનવા પડે. નારકીના અંગે તો કોઈ દિશા નથી. માટે માનવી શાથી?
ગુના કરતાં સજા વધુ હોય હવે કુદરત કુદરતનું કામ કરે છે, જેમ લોક લોકસ્વભાવનું કામ કરે. હવે જેમ મનુષ્ય ગુને કરે તેના કરતાં સજા વધું જ હોય. પાંચ રૂપિયાની ચોરી કરનારાને સજા પાંચથી વધુ જ હોય. તેમ અહીં શાસ્ત્રકાર કહે છે કે-એક વખત આપણે જે પાપ કરીએ, બીજાને દુઃખ દઈએ, હેરાન કરીએ, તેને ઉદય ઓછામાં ઓછો આપણે દસ