________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન એક બે કોર્ટમાં હારે તેવો કેસ જે વકીલ લે તે તેની આબરૂ ન જ વધે. અહીં ટીકાકાર કહે છે કે તમે આ અધ્યયનના વકીલ બન્યા છે તે ઠેઠ પહોંચાડજો. *
* શરા સરદારનું દષ્ટાંત ' આ આખા અધ્યયનમાં સમ્યગુર્શનને સમક્તિ કહેવું એ જ જણાવવાના છે. જ્ઞાન કે ચારિત્રનું સમકિત તમે બોલી ગયા છે ખરા પણ તમે જણાવવાના નથી. વકીલ અણઘટત કે જૂઠા પુરાવો આપે તે તેની સનંદ કોર્ટમાં રદ થાય. હવે અહીં સભાની આગળ જે એકલા સમ્યગદર્શનનું સમકિતપણું જણાવો છે તે બ્રીફમાં તે તમો આ સભાને અવળે રસ્તે દોરી રહ્યા છે. વાત ખરી, પણ અહીં જે કહેવાય છે તે જરા સાંભળો. જે મનુષ્ય હૃદયમાં આવેલી વાતને ખુલ્લી કરે તેને ખુલાસો થાય, પણ જે ખુલ્લી ન કરે તેનું શું થાય? અહીં તેં તારો વિચાર જાહેર કરી મારા ઉપર જે આક્ષેપ મૂક્યો છે તે વાજબી છે, પણ તને પૂછીએ છીએ કે સાધનને જે બોધ તે નિશ્ચય પહેલાં હોય કે નહિ? રમતા છોકરાઓ તરવાર, બંદૂક આદિને આંખે દેખે છે, છતાં આંખે પાટા નથી બાંધતા. અરે, સરદારના નેકરે હથિયારને સાફ રાખે. તેથી સુભટ નોકર કે સુભટ સરદાર ? અહીં ચાકર હથિયારને સાફ કરે તે સરદારની મહેરનજર માટે પણ જીત મેળવવા માટે હથિયારને સાફ કરતા નથી. હવે શૂરા સરદારને અંગે ચાકરનું હથિયારપણું કામનું નથી. તેને શ્રેરે સરદાર પિતે હથિયારને તૈયાર કરે તે કામ લાગે.
સમકિતમાં જ મેક્ષ લાવવાની તાકાત છે
હવે અનંતી વખત આ જ્ઞાન, ચારિત્રને વર્તાવ જીવને મળેલ છે. નવવેયક સુધી જાય તેવું ચારિત્ર અનંતીવાર મળેલ છે પણ જેમ ખેતરમાં ધરે ઊગેલી હોય છે છતાં તે કોઈ ફળના કામની નથી. ફળ જ હોય નહિ. ગમે તેટલી ફાલેફૂલે છતાં સ્વભાવ ફળ આપવાને નથી. તેમ આ જીવને જ્ઞાન ને ચારિત્ર અનંતીવાર આવેલ છે પણ તે