________________
૨૪
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન ધર્માનુષ્ઠાનના સમયે આત્માને ગત ભવ કે આવતા ભવના વિચારો આવે. તે ટકે જ્યાં સુધી ? જ્યાં સુધી આવરણરૂપી વાદળાં આડાં ન આવે ત્યાં સુધી. હવે તેને માટે કહ્યું કે ક્રોધ, માન, માયા અને
ભરૂપી વાદળાં જ્યાં આડાં આવે કે તે જ્ઞાન ચાલ્યું જાય. આસ્તિકોને ગત ભવ કે આવતા ભવનું જ્ઞાન થાય, પણ તે ધર્મક્ષિાના સમયે દેરાસર કે ઉપાશ્રયમાં; પણ ત્યાંથી નિવત્ય કે પાછા ભાનભૂલા બની જવાય છે.
ખરું શિક્ષણ કયારે મળ્યું ગણાય? પડછાયાને કોઈ દિવસ ટકનાર ન જ ગણીએ. લાલ પડદા ઉપર જે તડકો પડે અને તેની છાયા બીજા ઉપર પડે. તેથી તે લાલાશ કસુંબલની કિંમત ન જ લાવી દે. તેમ ધર્મસ્થાનકમાં ધર્મભાવના આવે કે હું રખડતે રખડતે આવેલ છું. આવતા ભવ માટે પુણ્યરૂપી ભાતું એકઠું કરવાનું છે. આમ વિચારો આવે. આથી હવે કહેવા શું માગે છે ? ધર્મસ્થાનમાં કે ધર્મક્રિયામાં જવું જ નહિ ? ના, એમ નહિ. નાને છેક નિશાળમાં માસ્તરની સોટી સામે પલાખુ પૂછાય કે તુરત જવાબ દે, પણ વગર ડરે તે ભૂલી જાય છે. માટે ભર્યો ત્યારે જ ગણીએ કે જ્યારે વગર ડરે પણ જવાબ આપતે રહે. તેમ અહીં ઉપાશ્રય, દેરું, સામાયિક, પ્રતિક્રમણાદિ તે માસ્તરની હાજરીવાળું છે, પણ ખરું શિક્ષણ તે માસ્તરની ગેરહાજરીંમાં કોઇ પણ, અગર માતાપિતા કે અન્ય કોઈ પૂછે અને તે જવાબ આપે ત્યારે જ ભર્યું કહેવાય. ત્યારે તેજ છોકરો ભણેલો ગણાય. અહીં ઉપાશ્રય આદિ સ્થાને તે સંસ્કાર નાખવાની ચીજ છે, છેડવાની નથી. માસ્તરની હાજરીમાં પલાખાં પૂછાય અને આવડે પછી વગર હાજરીએ પણ આવડવાં જોઈએ. તેવા સંસ્કાર માટે જ પ્રથમ હાજરીની જરૂર ખરી.
સમકિતદષ્ટિ જીવના પરિણામે કેવા હેય હવે ધર્મસ્થાનોમાં જે વૈરાગ્યાદિવાળો ન થાય તે તેને તે