________________
૪૦.
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન હું તીર્થંકર થયેલ છું અને તમારામાંથી જે આવી રીતે આરાધના કરશે તે મારા જેવા થશે. આવી રીતે તેમણે સામ્યવાદ બતાવ્યો એટલે તમે પણ તીર્થકર બની શકે.
પ્રજાના શાસનમાં હેડ પણ પ્રેસિડન્ટ પ્રજાના શાસનમાં ઢેડ પણ પ્રેસિડન્ટ થઈ શકે છે. લોકશાહી શાસનને અંગે, પ્રજાતંત્રને અંગે જોઈ શકીએ છીએ કે શુદ્ર જાતિને માણસ પણ પ્રેસિડન્ટ બની શકે છે, પણ ઇશ્વરપણું તે જૈન શાસન સિવાય દરેકે રજિસ્ટર કરેલ છે. શેવ કે વૈષ્ણવને પૂછે કે ઈશ્વર થવાનું તમારા કોઈ પણ શાસ્ત્રમાં કેમ બતાવ્યું નથી ? પરમેશ્વર થયેલાએ પરમેશ્વર થવાનાં સાધને બતાવ્યાં હેય, તેનાં સાધન બતાવી તેની પ્રેરણા કરી હોય તો તે જૈન શાસને જ, પરમેશ્વરની રજિસ્ટરી જન સિવાય બીજા કોઈ મતે છેડી જ નથી. પરમેશ્વર થવાના દરવાજા બંધ હોય તે જૈનદર્શન સિવાય દરેકમાં છે. હવે પ્રેસિડન્ટ બધા થતા નથી, જેની લાયકાત હોય તે જ થાય. તેમ અહીં પરમેશ્વર બનવાની છૂટ ખરી પણ જેઓ વીસસ્થાનકની આરાધના કરશે તે જ પરમેશ્વર બની શકશે.
આભ્યન્તર દષ્ટિએ આત્માની સુંદરતા હવે અહીં ગુલામીની જંજીરમાં જકડવા માટે ઈતિરોના મતે હતા, પણ આ જિનેશ્વર મહારાજ એવા વિચારવાળા હતા કે દરેક જીવ ગુલામીની ધૂંસરીમાંથી છૂટો એમાંથી નીકળવું તે પિતાની ભરજી રૂપ છે. આવું જણાવનાર શાસન જે કોઈ પણ હોય છે તે આ જૈન શાસન છે. તેને અંગે આ ચેથા અધ્યયનમાં આત્માનું સુંદરપણું જણાવ્યું. પ્રથમના ત્રણ અધ્યયનમાં ભવનું અસુંદરપણું જણાવ્યું અને તેથી બાહ્ય દુનિયાદારીની વસ્તુ જણાવી, તેને કબજે જણાવ્યો. હવે આભ્યન્તર દષ્ટિએ વિચારાય છે કે કોઈપણ આત્મા આત્મીય સુંદરતા વિનાને નથી. દરેક આત્મામાં સુંદરતા વસેલી જ છે. ઈતરોએ