________________
સત્તાવીસચું]
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
ભવ્યેાના ઉપકારને માટે જ મૂલનાયકની કલ્પના હવે તીંકર મહારાજ ખુદનુ ધ્યેય શું ? સર્વાંનું ધ્યેય જગતના ઉદ્દાર માટેનુ છે. તેની ઊંચીનીચી દષ્ટિ અહીં અમે રાખીએ તેમાં જગતના ઉદ્દારને શો સંબંધ ? જે કાઇ દેવદર્શન કરશે તે પ્રથમ શું દેખશે? કહે કે મૂલનાયકને. હવે તી કર ભગવંતની અપેક્ષાએ મૂલનાયક છે નહિ, પણ ન કરનારની અપેક્ષાએ મૂલનાયકપણુ છે. અહીં જિજ્ઞાસાબુદ્ધિથી શકા કરે તેને તે પહેોંચાય પણ કોઇની બહેકાવટથી પથરો ફેંકવો એ હિસાબે શંકા કરવી તે નકામી છે. હવે આ જે મૂળનાયકની ગેાઠવણ તે ઊંચાનીચાપણે કે સ્વામી—સેવક આદિ મર્યાદા માટે નથી, પણ મદિરમાં પ્રવેશ કરનારાની પ્રથમ દૃષ્ટિ કર્યાં જવાની ? મૂલનાયક ઉપર. માટે તેમૂલનાયક ગણાય. હવે આવી રીતે મૂલનાયકપણાની કલ્પના તે ભવ્યાના ઉપકારને માટે છે. તેમને તારવાને માટે જ છે. તે વાત લક્ષ્યમાં રાખશુ તે પૂજામાં પણ જણાવેલ છે કે પૂજાની સામગ્રી જે વિશિષ્ટ હોય તે પ્રથમ મૂલનાયકને ચઢાવો. પછી પહેાંચતી હોય તો ખીજે ચઢાવો. હવે ખૂાના ભગવાનને આંગી રચે તેથી ભક્તિ તે થાય પણ મૂલનાયકજીને ચઢાવવામાં હેતુ એ જ કે આવનારની દૃષ્ટિ મૂલનાયક ઉપર પડે. કોઇ વસ્તુ ત્યાં જ પ્રથમ ધરવી, તે કેવલ ભબ્યાના કલ્યાણને માટે. કારણકે તેમના હૃદ્યના ઉલ્લાસ દેખતાં સાથે વધે તે માટે.
૩
પ્રભુપૂજા અને સાધન-સામગ્રીના વિવેક
હવે પ્રથમ જે પ્રભુપૂજા થયેલી હોય તેમાં સાધનસામગ્રી ઓછી હોય અને પાતે વિશાળ સામગ્રી લાવ્યો હોય તો મૂળથી પ્રક્ષાલ કરીને કરે. પણ જો પ્રથમની પૂજા સારી રીતે થઇ હોય તો ખીજે પૂજાદિ કરી લેવી અને તેથી મૂલનાયકની પૂજા છેડવી પડે તેની ફિકર નહિ. કારણ તેમાં લાગુ થાય તેવી સામગ્રી નથી, અગર તેનાથી વધે તેવી સામગ્રી નથી, તે માટે એમ કરવુ, અહીં કોઈ એમ કહે કે મૂલનાયકજીની પૂજાનો વિચાર હોય તો તેના વિચાર કે ભાવને ધક્કો