________________
સત્તાવીસમું ]
અધ્યયન ૪: સમ્યકત્વ
વ્યાખ્યાન : ૨૭ મુસાફ અને ખલાસીનું ચય શું હોય?
સ્વકાર મહારાજા શ્રીમાન શીલાંકરિજી મહારાજા
૪ આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભૂતકાળમાં જે તીર્થંકર થઈ ગયા, વર્તમાનમાં જે વિધમાન છે, ભવિષ્યમાં જે થાવામાં છે તે સર્વ કેઈ ભવોથી એક જ ધ્યેયવાળા અને કેવલજ્ઞાન પછી તેજ ધ્યેયની સિદ્ધિ માટે વર્તવાવાળા અને તેને જ ભાટે મથવાવાળા હોય છે. હવે ધ્યેય કયું ? જગતમાં ઉદ્ધારનું. હવે નાવડીમાં બેસીને સમુદ્રની પાર મુસાફર ને ખલાસી બંને જાય ખરા. મુસાફરનું ધ્યેય એ કે મારે પાર જવું. ખલાસીનું ધ્યેય એ કે મુસાફરોને પાર ઉતારું. હવે જે ખલાસી પોતે ડૂબતે હેય તે મુસાફરોને બીજે કાંઠે લઈ જઈ શકતા નથી, પણ ખલાસીનું જે ધ્યેય નાવડીમાં બેસવું છે તે મુસાફરોને તારવાની દષ્ટિએ જ. જો કે પિતે ડૂબવાના ધ્યેયવાળ નથી, તરવાની જ ભાવના રાખે છે, છતાં તેનું મુખ્ય ધ્યેય મુસાફરોને તારવાનું છે.
ને તારવાનું તીર્થકરના જીવનનું ધ્યેય | તીર્થકંરના જીવોના અને બીજા જીવોના સમ્યગ્દર્શનમાં તફાવત છે. હવે ખલાસી ચાલતે ચાલતે નદીના કાંઠે આવે તે પણ વિચારે એ કે મુસાફરોને કેમ જલદી પાર ઉતારું અને મુસાફરો એ વિચારે કે હું પાર કેમ ઊતરું, અને જે તીર્થકરને જીવ સમ્યફત્વ પામે અને તેમાં પણ વરબોધિ પામે ત્યારે સ્થિતિ એ જ હોય કે આ જીવોને પાર કેમ ઉતારું. પિતાની તરવાની વાતને આગળ ન જ કરે પણ જગતના જીવોને ઉદ્ધાર કરવાના જ વિચારમાં હેય. ખલાસીનું ધ્યેય નાવડીમાં બેસી તરીને સામે કાંઠે ઊતરવાનું ન હોય પણ મુસાફરોને સામે કાંઠે ઉતારવાના આશયથી પોતાનું સામે કાંઠે જવાનું સ્વાભાવિક બને છે.