________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સાધી શકે. હવે તે ચાર જ્ઞાને આત્માને સાધનોવાળાં છે. ફક્ત કેવલજ્ઞાન એક જ એવું છે કે જેમાં ઇકિયાદિ સાધન કે બીજો ઉપયોગ દેવાની જરૂર નથી પણ સતતપણે ઉપયોગ રહેલ છે, તેથી તેને ક્ષાયિકપણે માન્યું અને ચાર જ્ઞાને પ્રથમનાં છે તે ક્ષાયોપથમિક ભાવે છે. પ્રથમ ચાર જ્ઞાન ક્ષાયોપથમિક, માત્ર કેવલજ્ઞાન ક્ષાર્થિક
હવે જગતમાં કોઈ પણ જવ ચેતના વિનાનો નથી. તે સર્વને ઈદ્રિયદ્વાર વત્તાઓછા અંશે બોધ તો માનવો જ પડશે. હવે વધઘટ થશે તે પછી ક્ષાયોપથમિક ભાવ માનો રહ્યો અને તેથી અતિ આદિ પ્રથમનાં ચાર જ્ઞાન ક્ષાયોપથમિક ભાવનાં છે. તે ચારનાં આવરણ ખસવાથી તે જ્ઞાન થાય. હવે ક્ષાયિક ભાવનું જ્ઞાન જે છે તે સર્વ આવરણના ક્ષયે થાય છે. અહીં જ કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણીયના ક્ષયે લેવું હતું છતાં સમસ્ત જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે એમ કહી કેવલજ્ઞાન કેમ લીધું? વાત ખરી, લોદ્ર ટીપાય ત્યારે તેની સાથે કાટ પણ ટીપાય જ, તેમ અહીં મતિ આદિનાં આવરણે તે કેવલજ્ઞાનાવરણીયના તૂટવાની સાથે તૂટી જ જાય. હવે સર્વ આવરણોને ક્ષય થાય તે જ કેવલજ્ઞાન ક્ષાયિક ભાવનું થાય. અહીં જ્ઞાનાદિનું સમ્યફપણું જણાવ્યું “છતાં ચોવિહીવલીયેગથી રૂઢિ બળવાન છે. કોઈ શબ્દાર્થથી ખસી જાય તેથી દુનિયા ન માને. દુનિયા શબ્દાર્થને માનવા સાથે રૂઢિને પણ માને છે. તેમ અહીં લાંબું લાંબુ કહીને સમ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્રને સુંદર ભલે કહ્યાં છતાં રૂઢિ શી છે ? એકલા સમ્યગ્દર્શનને જ સમ્યફ કહે છે. જ્ઞાનાદિ માટે સમ્યફ શબદ વપરાતું નથી. જો કે તે જ્ઞાન ને ચારિત્રમાં સભ્યપણું રહેલ છે છતાં તેને “સમ્યફ શબ્દ કહેવાતું નથી. આખી દુનિયાએ “સમ્યફ' શબ્દ દર્શન માટે જ રૂઢ કરેલ છે, તે શાથી ? તેનું કારણ અગ્રે બતાવશે અને છેવટે દષ્ટાંત બતાવી સમ્યગ્દર્શનનું સમ્યફપણું સાબિત કરી આખું અધ્યયન જણાવશે.