________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન - તીર્થકરપણુંનું બીજ શું ?
હવે તીર્થંકરપણાનું બીજ શું ? બીજા જીવોને સંસારસમુદથી પાર ઉતારી મોક્ષમાર્ગે લઈ જવા. આથી તીર્થંકરપણું પ્રાપ્ત થાય ત્યારે વિધિ જ હોય અને તેથી હરિભદ્રસૂરિજીને કહેવું પડયું કે જ્યારે વરબોધિ એટલે અપ્રતિપાતિ સમ્યક્ત્વ થાય ત્યારથી તેઓ વાઘ10 એટલે પરના ઉપકારમાં સતતપણે તત્પર હોય. હવે તીર્થંકરનું સમ્યક્ત્વ બીજાના સમ્યફવથી જુદું પડે. કારણકે બીજાના સમ્યફોમાં હું કેમ સંસારસમુદ્રથી તરું એમ હોય, ત્યારે તીર્થકરના જીવનું સમ્યકત્વ પરના જીવને તારવાવાળું હોય, જગત કેમ તરે એ ભાવનાવાળું હોય. હવે તીર્થંકરપણું તે વીસસ્થાનકથી મળે એમ કહેવાય છે તે શું છે તે પણ વાત સાચી છે. નમસ્કાર, જપ, ધ્યાનદ્વારા આરોધાતાં વીસે સ્થાને પણ આત્માને ઉદ્ધાર કરે, કારણ કે શાસ્ત્રકારોએ જિનેશ્વરની પૂજામાં પણ પરે પકારને અગ્રપદ આપેલ છે. તે
દેરાસરમાં મૂળનાયક કેમ ? હવે પૂજામાં અગ્રપદ કેમ? પ્રથમ તે મૂલનાયક કેમ? એમ કઈ પ્રશ્ન કરે એટલે મહાવીર મહારાજનું કે ઋષભદેવ ભગવાનનું દેરું હોય તેમાં બીજા પણ તીર્થકરોની મૂર્તિઓ બિરાજિત હોય તો તે નામે કેમ દેરાનું નામ નથી લેતા અને મૂલનાયકના નામ તરીકે કેમ સંબંધે છે ? આમાં બીજા તીર્થકરેનું અપમાન થાય છે ? કારણકે સર્વ તીર્થકરેને ક્ષાયિક ભાવ સરખે છે. ઊંચાનીચાપણાનું ત્યાં કંઈ છે જ નહિ. જેમ નાટકિયે જુદા જુદા ખેલ કરી બતાવે અને ઉચ્ચનીચ સ્થાન ભજવે, તેમ અહીં કરે છે ? તે કહે છે કે-ના. ભાઈ તારી વાત સાંભળી. તેમાં અડચણ નથી. કારણ કે જૈનશાસન શંકાકારની જબાન બંધ કરવા માંગતા નથી. જે તેની જીભ બંધ કરીએ તે તે માર્ગ જ ન પામે અને ભ્રમનું સમાધાન ન થાય તેથી ભાગે ન આવે, માટે પ્રથમ શંકાનું સમાધાન કરવું જોઈએ.