________________
છવીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
પ૭
જ સાધ્ય છે, (૨) મેાક્ષસાધ્ય જ છે અને (૩) મોક્ષ સાધ્ય છે જ. એટલે પહેલામાં મોક્ષ સિવાય બીજું કશું સાધ્ય નથી. બીજામાં મેક્ષમાં સાધ્યપણું ન હોય, એવું બને જ નહિ એટલે તે સાધ્યમાંથી ખસે જ નહિ. વળી મોક્ષ સાધ્ય છે જ, આ ત્રીજા પ્રકારમાં જ્યારે આવીએ ત્યારે જ આ આત્મા સુંદર વિચારમાં આવ્યો ગણાય. એટલે સમ્યફવા ફરમ્યું ગણાય આવો નિશ્ચય એ જ સમ્યક્ત્વ અને તેથી આત્માનું સુંદરપણું એ જ સમ્યફવ.
ચારિત્ર એટલે શું? હીરાની કિંમત તેજની સાથે ગણીએ, તેમ તેના તેલને પણ ગણીએ છીએ. તેમ અહીં જીવનું સુંદર સ્વરૂપ એટલે નિશ્ચય લઈએ છીએ. વળી અહીં આત્માનું સદ્વર્તન કે સ્વાભાવિક વર્તન બાહ્ય પૌદ્ગલિક પદાર્થો દેખીને જે વર્તાવ થતો હોય તે બંધ કરીને આત્માના સ્વાભાવિક વર્તન તરફ પ્રવૃત્તિ-તેનું નામ જ ચારિત્ર કે વર્તાવ. આમાં ત્રણ ત્રણ ભેદ બતાવ્યા. પશમિક, શાયિક અને ક્ષાયોપથમિક. હવે તીવ્ર નિશ્ચય તે ઔપથમિક, નિશ્ચય ઘડીકમાં રહે અને ઘડીકમાં જાય તેનું નામ ક્ષાયોપથમિક. તત્ર દશાને વિચાર કે નિશ્ચય તે કલ્પાંતે પણ પલટે જ નહિ, આત્મસ્વરૂપમાંથી બહાર જાય નહિ, પદ્ગલિક દશામાં કલ્પાંતે પણ દેરાય જ નહિ તેનું નામ જ ક્ષાયિક.
જ્ઞાન લેકાલેકની જવાબદારીની ચીજ છે
હવે સમ્યક્ત્વ અને ચારિત્રના ત્રણ ત્રણ ભેદો જણાવ્યા પણ જ્ઞાને શું બગાડયું કે તેના તમોએ બે જ ભેદ રાખ્યા ? તેના પણ ત્રણ ભેદ કરી નાંખો. પશમિક, ક્ષાયિક અને લાયોપથમિક જ્ઞાન એમ ત્રણ ભેદો કરી ઘો ને ! બીજા જુદા ભેદ પાડવાનું કહેતા નથી. વાત ખરી, પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સમ્યફ તે આત્માની જવાબદારીની ચીજ છે. ચારિત્ર પણ આત્માની જવાબદારીની ચીજ છે, ત્યારે જ્ઞાન લોકાલોકની જવાબદારીની ચીજ છે.