________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉપધિ, સંગ, વિયોગ આદિ આપત્તિઓ ઘણી છે, પણ તે ભવચકની પાછળ છે. માટે પ્રથમ રખડપટ્ટીને સમજે.
રત્નત્રયીરૂપ આત્મા આ સમજાવવાનું તીર્થકરોનું કર્તવ્ય હોવાથી તેઓ પ્રથમ ઉપદેશ એ આપે છે કે–તારે આત્મા ભવચક્રમાં ભવોભવ ઉત્પન્ન થવાવાળો, કર્મથી ઘેરાયેલા, અને તેના વમળમાં ગુંચવાયેલો છે. અહીં રખડવાનું ભાન થવાથી મૂળ સ્વરૂપ કર્યું તેની જિજ્ઞાસા થાય, તેથી સ્વરૂપ જણાવ્યું કે તે ઘણું સુંદર છે. તું વિષ્ટાની ગુણ, મૂતરને થેલે કે હાડકાંનું પાંજરું નથી. તું હાડકાંનું પાંજરું કે ચામડાની કોથળી નથી. પણ તું તે જેમ હીરો તેજે ઝગમગે તેમ જગતમાં જ્ઞાન, દર્શન અને ચારિગરૂપ જે રત્નત્રયી છે તે રૂપે છે, એટલે સમ્યગુર્શન, જ્ઞાન અને ચારિત્રના તેજે ઝગઝગતે તું છે. માટે ચેથા અધ્યયનમાં ત્રણ જ સુંદર ચીજો કહી; તે સિવાય જગતમાં સુંદર ચીજ નથી.
| મસાધનામાં નિશ્ચયની જરૂર
આ જૈનોના પારિભાષિક શબ્દો હોવાથી તેની કિંમત તમારા મગજમાં નહિ આવે, પણ જરાક ઊંડા ઊતરો તે સાધ્યને નિશ્ચય, તેનાં સાધનોને બોધ અને તેને અમલ કરવા માટે બાધકોથી દૂર ' રહેવુ. આ દરેક કાર્ય સાધકને માટે જરૂરી છે. કોઈ પણ કાર્ય સાધ્યના નિશ્ચય, બેધ અને પ્રવૃત્તિ વિના ન જ બની શકે. હવે નિશ્ચયની જરૂર શી? ચૂલા ઉપર તપેલી મૂકી. હવે તે મિનિટ મિનિટને અંતરે તપેલી નીચે મૂકે અને ચૂલા ઉપર મૂકે તે રસોઈ પરિપકવ કયારે થાય ? અડતાળીસ મિનિટે પણ રસોઈ થાય ખરી કે ? જે કે અહીં અડતાળીસ વખત ચૂલાને તાપ લાગેલ છે છતાં રસોઈ ન થાય, કારણકે ત્રટ કાળ રસેઈન પકવે, તે પછી અહીં ઘડીકમાં મોક્ષ સાધવાને, ઘડીકમાં પૈસા કમાવાને નિશ્ચય હોય એટલે તે નિશ્ચયમાં પરિવર્તન થયા કરે. પછી સાધ્ય સધાય કેવી રીતે ? જયાં મિનિટે મિનિટ મગજનું ચક્કર ફર્યા કરે ત્યાં વળે શું? માટે કહે છે કે નિશ્ચય એટલે (૧)મક્ષ