________________
પs
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન નથી, છતાં તે બંધ કરવાથી તપ કહેવાય છે અને તે ધર્મ છે. અહીં તપ કરવાથી ખરે ફાયદો શે ? પારકે ઘરે બચવાથી ભગવાનને ઘેર પહોંચતું હોય તે તે ખાધા વિનાના રહેવાનું કહેવું અને પેટ બાળવાનું કહેવું, તેને ધર્મ શી રીતે ગણો ? વાત ખરી. પણ જરાક ઊંડા ઊતરે. તપ કરવો શા માટે ? એકેદ્રિયથી માંડીને પંચૅપ્રિય સુધીના તેમજ નરક, તિર્યંચ કે દેવ ગતિના જીવનમાં કોઈ જગે તપ છે નહિ. માત્ર મનુષ્ય ગતિમાં તપનું વિધાન છે. હવે સર્વ જીવો પિતાનું શ્રેય એ રાખે છે કે–પિતાના શરીરની રક્ષા. ક્રરમાં ક્રૂર વાઘ હોય તે પણ તે પિતાના શરીરનું રક્ષણ કે પિષણ કરે અને તે ધ્યેય અનાદિ કાળનું છે અને તેથી આ જીવ એમ જ બોલે છે કેહું એટલે શરીર અને શરીર એટલે હું. એ બંનેમાં ભિન્નતા નથી સમજ્યો અને અભિન્નતા પણ માનતું નથી, તેથી શરીરના રક્ષણ કે પોષણને માટે આ જીવે અનેક પાપકર્મો કર્યા છે.
કરેલાં પાપાની શિક્ષા માટે તપસ્યા કે જગતના સર્વ જી પાપ શા માટે કરે છે ? ફક્ત શરીર માટે. એમ કહેવું પડશે. આવાં કરેલાં પાપનું પ્રયશ્ચિત્ત-દંડ પણ તે શરીરધારા જ ભોગવવો જોઈએ. જ્યાં સુધી શરીર દ્વારા દંડ ન ભગવાય ત્યાં સુધી તે પાપ જવાનાં નથી; માટે શરીરને કસવા માટે તપ કરવો જોઈએ. હવે જગતમાં જે પિષણે થાય છેઆરંભ-સમારંભાદિ કરાય છે. તે માટે શરીરને કસે એટલે પાપને પિષવાનું નહિ બને. આટલા માટે જ તપ કરવો જોઈએ. હવે વૈધ જેમ ઊંચામાં ઊંચી દવા જાણતા હોય છતાં પિતાને થયેલો રોગ તે દવા ખાય તે જ જાય. વાંચવા માત્રથી વૈધને પણ રેગ ન મટે. સમકિતદષ્ટિ છે કર્મની પ્રકૃતિઓ, સ્વરૂપાદિ જાણે ખરા. અરે, તીર્થકરે પણ કર્મના સ્વરૂપને સારી રીતે જાણે છે ખરાં પણ સાથે સમજે છે કે દવા જાણવા માત્રથી ગુણ ન કરે, પણ વાપરવાથી ગુણ કરે. તેમ આ કર્મો કરેલાં છે, તેની શિક્ષા