________________
પર
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કે ગુલામશેઠને મળ્યું એટલે મળ્યું ગણે અને શેઠનું ગયું એટલે પોતે પણ ગયું ગણે, પણ તેમાં ગુલામને કંઈ લેવાદેવાનું રહેતું નથી. તેમ આ જીવ પુદગલની ગુલામી અનાદિ કાળથી કરે છે, જેથી પુગલને અંગે જે જરૂરી ખાનપાન, વસ્ત્રાદિ છે તે સર્વને આ જીવ કરે છે અને તે પ્રમાણે ચાલે છે, તે છતાં પોતાને જરૂર શાની છે તેને ખ્યાલ આ આત્માએ કર્યો નથી. એટલં જ નહિ પણ એવા પણ કેટલાક ગુલામ હતા કે જે ગુલામીને માશ કરનાર હોય તેની સામે લડે. તેમ આ જીવ પણ અનાદિથી ગુલામીમાં પડેલ હતું, તેથી તે ગુલામી છોડવાનું વચન પણ સાંભળી
કેત નથી. શેઠને ત્યાં ટેવાઈ ગયેલે ગુલામ ગુલામીના સુચ્છેદનું વચન સાંભળે ત્યાં આકર બને. તેમ આ જીવ પુદ્ગલના વિયોગની વાત, 'સાંભળે તે એનાથી સહન ન થાય.
ભક્ત બાળકાળ આ વાત વિચારવાથી માલમ પડશે કે જિનેશ્વર મહારાજનાં વચને માર્ગથી દૂર રહેવા માટે તે સિંહના ત્રાસ સમાન છે. જેમ મૃગલાંના ટોળાને સિંહ અવાજ થરથરાવે છે. તેમ આ જીવ ત્યાગના વચનથી, છોડવાની વાતથી થરથરે છે. એનું નામ જ ભવને બાળકાળ કે બચ્ચાપણાને કાળ છે, કે જે કાળમાં ત્યાગની વાત સાંભળતાં ગાસ છૂટે. હવે કુદેવને દેવ, કુગુરુને ગુરુ અને કુધર્મને ધર્મ માનવા જય તેથી તેને મિથ્યાત્વી માનીએ છીએ. તે શબ્દો સાચા પણ તેના હસ્યને સમજે.
દાનને ધર્મ કેમ ? દાન, શીલ, તપ અને ભાવે-આ ચાર પ્રકારને ધર્મ નાના "બચ્ચાને ખ્યાલમાં હેય, પણ મટાઓ જ્યાં એમ માને કે સાધુ મહાત્મા આવે કે તેને એક ચીજ આપીએ કે દાન થયું તે કેમ ? તેના ઊંડા રહસ્યને સમજે તે ખ્યાલ આવે કે દાનને ધર્મ કેમ ગણ્યો ? અહીં ખિસ્સામાં હતું અને પાત્રામાં મૂક્યું તેથી ધર્મ–શું 'પાંગામાં ધર્મ હતું કે દેનારના હાથમાં કે વસ્તુના બેલે ધર્મ? અહીં