________________
૫૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વર્તાનના ત્રણ પ્રકાર બને. ઉચું વર્તન જે ખસે પણ નહિ તે ક્ષાયિક, વળી ખસે તે પશમિક અને ખસે, આવે તે ક્ષાયોપથમિક ભાવ.
" જ્ઞાનના બે જ ભેદ કેમ ? - હવે આત્માને સ્વભાવ જેવી રીતે રમણતાને છે તેમ જાણ વાનો પણ સ્વભાવ છે. દીવાનો સ્વભાવ પ્રકાશ કરવાનું છે, તેમાં પ્રેરણા કે જેરની જરૂર નથી હોતી. તેવી રીતે આ આત્મા જ્ઞાનસ્વભાવવાળે છે. તેથી લોકાલોકને પ્રકાશ કરનાર છે, સ્વભાવે જ્યોતિસ્વરૂપ છે અને તેથી લોકાલોક જ્ઞાનના સ્વભાવવાળો છે. આથી જ્ઞાનના બે પ્રકાર રાખ્યા. નિશ્ચય અને વર્તનના રાણ ગણ પ્રકાર રાખ્યા છે તેમ બોધ એટલે જ્ઞાનના ત્રણ ભેદ કેમ નહિ ? અને બે ભેદ કેમ રાખ્યા ? અહીં જ્ઞાને બગાડયું શું ? કયા બે ભેદ ? ક્ષાયિક અને ક્ષાયોપથમિક. હવે તેને પથમિક નામને ભેદ કેમ નહિ ? હવે ગણ ભેદે જ્ઞાનના ન રાખો અને બે જ ભેદ રાખે તે પછી દર્શન અને ચારિત્રના પણ બે બે ભેદ “ જ રાખો ને ? આવા પ્રશ્નના સમાધાનમાં તેનું કારણ જણાવે છે કે-જે માણસને જે પદાર્થ જોવા મળે તેનું જ્ઞાન તે કરી શકે. એટલે જેવી પ્રવૃત્તિ થાય તેવું જ્ઞાન મળે. હવે આત્માનું જ્ઞાન પણ તેની પ્રવૃત્તિ કે પરિણતિ ઉપર આધાર રાખે છે. તેથી હવે પરિણતિને રોકનાર ખસે તે જ જ્ઞાનને રોકનાર કર્મો ખસે. મેડા ઉપર ગયા સિવાય ત્યાં રહેલા પદાર્થો જાણી શકાય જ નહિ. બજારમાં ગયા સિવાય કે ભેંયરામાં ગયા સિવાય તે પદાર્થો જાણી શકાય નહિ. હવે આત્માની પરિણતિ થયા વિના આત્માનું જ્ઞાન થાય નહિ, માટે પ્રથમ પરિણતિને દૂર કરનાર કર્મોને રોકવાં જોઈએ. તેથી પ્રથમ મેહનીય ક્ષય, પછી કેવલજ્ઞાનાવરણીયનો
ક્ષય હોય.
જ્ઞાન અંગે બે પ્રકારની તાત્વિક સુંદરતા - હવે મોહનીયના ક્ષયને અંગે વર્તનની શુદ્ધિ, વિચારેની શુદ્ધિ જોઈએ. હવે તે ક્ષણિક થાય તે જ્ઞાનની શુદ્ધિ ક્ષણિક કેમ નહિ ?