________________
પ્રાચીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ આગળ ન ચાલે, અર્થાત પ્રવૃત્તિ ઊંચામાં ઊંચી થઈ જાય પણ પાછળ અંધારું હોય તેનું નામ જ પશમિક ચારિત્ર. હવે આ વાત ધ્યાનમાં લેશું તે ચારજ્ઞાની, ચૌદપૂર્વ આદિ પણ બીજા જ ભવે નિગોદમાં જાય-ભવાંતરની વાત નહિ. અરે ! અગિયારમા ગુણઠાણામાં બીજા ભવે એટલે અનંતર ભવમાં ચારે ગતિમાં જાય. કહે કે નિર્મળત્તિની ટોચે ચઢેલો એટલે કેવલજ્ઞાની મહારાજના જેવા ચારિત્રને પામેલ એટલે યથાખ્યાત ચાસ્ત્રિને પામે. અગિયારમે તે હોય છે, તેવા છતાં તે જીવ ગબડે તે ઠેઠ નિગેહસુધી ચાલ્યો જાય. આવી જે સ્થિતિ તેનું નામ જ ઉપશમણિ. એવી રીતે લાપશમિક એણિમાં ચઢે, ખસે, પામે, ઘડીકમાં વર્તાવ સારો કરે, ન પણ કરે, વેગમાં આવે એટલે ઘડી ઘડીમાં વર્તાવના દેખાવ કરે તેનું નામ ક્ષાપશમિક ચારિત્ર. હવે ક્ષણમાં રાગ, ક્ષણમાં ક્રોધ અને ક્ષણમાં શાન્તિને દરિયો બને. આ ક્ષણિક બનાવે ક્ષાપશમિકના સમજવા.
કક્ષાયિક ચારિબની સમજણ હવે ક્ષાયિક યાત્રિમાં જે ઊંચામાં ઊંચે વર્તાવ કે વીતરાગતા આવે તે જવાની વાત નહિ પણ ઓછાશ પણ ન થાય. “ જગતમાં કોઈ ના પહેચે તેને પેટ પહેચેતેમ શાસ્ત્રમાં કહેવત છે કે જેને કોઈ ન પહોંચે તેને કાળ પહેચે.” જેમ સુખ કે મોજ હાલ બે ઘડી છે. પણ પછી વીંછી કરડે તે તે મેજ નહિ રહે અને તે વીંછીની વેનાને પાછો બે ઘડી પછી ખ્યાલ ન આવે. આવી રીતે કાળ ખાઈ જાય. દરેકના કોળિયા કરનાર કાળ છે પણ તે જ કાળને કળિયે કરનાર જો કોઈ હોય તો તે ક્ષાયિક ભાવ છે. કેવલજ્ઞાન જેને થયું છે તેને કાળને કોળિયે ઓછું કરી શકે તેમ નથી. તેમજ અનંતા પુદ્ગલપરાવર્તે થવા છતાં પણ જેને કેવલજ્ઞાન થયેલ છે તેને ઓછું થાય તેમ નથી. આત્મામાં જે વીતરાગાણું થયું, નિરંજન નિરાકારપણું જે જીવમાં થયું તે ક્ષાયિક ભાવનું હોવાથી કાયમ રહે. આવી રીતે