________________
છવ્વીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૫૩.
કઈ જગ પર ધર્મ ગણે તે બતાવશો ખરા ? ઊંડા ઊતરવાથી માલમ પડશે કે દાન દેવામાં ધર્મ કહે છે તેમાં મુદ્દો એક જ છે-આ જીવ અનાદિથી લેવાની બુદ્ધિમાં હતું. કોઈ પણ ભવમાં દેવાની બુદ્ધિ ન હતી. દેવામાં કલ્યાણની બુદ્ધિ એક્ટ ભવમાં ન હતી. અહીં લઉં, લઉં રૂપે જે બુદ્ધિ હતી તેના ઉપર કુહાડે, આ દાનરૂપ ધર્મ માને છે. જે વસ્તુ મમતાના સાધનરૂપ હતી, સંસારને વધારવારૂપ હતી, તે સંયમના સાધનરૂપ બને, મેક્ષના સાધનરૂપ જે સંયમ તેને મદદરૂપ બને. સંયમમાં જોડનારી બને તે માટે જ દાનને ધર્મ ગણ્યો. અહીં નિર્મમત્વ ભાવ અને મેક્ષમાર્ગનું પિષણ આ બંને હોવાથી દાન ધર્મ છે. અહીં ખરે અર્થ સમજવો મુશ્કેલ હતું. .
ભાગ આપ તે જ શીલ શીલ ધર્મરૂપ શબ્દને બધા માને ખરા છતાં તેને ધર્મ કેમ કહ્યો ? તે કહે છે કે અનાદિ કાળથી આ જીવ ઈદ્રિય, મન, કુટુંબ અને સામગ્રીઓમાં મન ચાલે તેમ નાચતે હતે. એવો એક પણ ભવ નહોતે કે જેમાં તે ઈકિયાદિના પ્રતાપે નાચતે રહેલ ન હોય. દિના નચાવ્યા નાચવાનું, મનના કુદાવ્યા કૂદવાનું તે બનેલું જ છે. અહીં જિનેશ્વરનું શાસન પામી ત્યાગીને ગુરુ અને ત્યાગને ધર્મ માન્યા પછી ઇન્દ્રિયના એ નાચનું બંધ કરવું મુશ્કેલ પડે છે, તે પછી બીજી જગે ઇકિયેના બલે નાઓ નહોતે એવી કલ્પના પણ શી રીતે કરી શકીએ ! માટે કહેવું પડશે કે આ જીવ મનના પરિ@ામ પ્રમાણે વર્યાં છે માટે તે ઇન્દ્રિય, મન કે સાધન પ્રમાણે ન જ વર્તવું તેનું નામ શીલ છે. ભેગ આપ તે જ શીલ, અહીં અનાદિની જે ચાલ હતી તે જડને ઉખેડી નાંખી માટે શીલ તે ધર્મ.
તપમાં ધર્મનું તાત્પર્ય શું? હવે તપસ્યારૂપ ધર્મને પણ માનીએ છીએ. એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ આદિ તપ કરીએ છીએ, પણ તેમાં ધર્મનું તાત્પર્ય શું છે? અહીં ખાવાપીવામાં ભગવાનને કંઈ આપવું પડતું.