________________
પચીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ પ૧ વાત ખરી, પણ વિચાર કે વર્તનની જે ક્ષણિક શુદ્ધિ છે, તેમાં જ્ઞાનની શુદ્ધિ કરવા જાય તે ટાઈમ જ પૂરો થાય, કારણ કે પશમિકને કાળ અંતર્મુહૂર્ત માત્ર છે. તે ભાવે થયેલ નિશ્ચય કે વર્તનનો કાળ પૂર્ણ થાય તેથી જ્ઞાનને ઉપશમ કરવાને વખત જ ન આવે. તેના ઉપશમને અંગે જ્ઞાનાવરણીય ખસેડવા માટે પ્રથમ મોહને ઉદય આવી જાય, માટે જ્ઞાનને બે જ ભેદ રાખ્યા. એટલે તે જ્ઞાનને અંગે તાત્ત્વિક સુંદરતા બે પ્રકારે એક લાપશમિક અને બીજી ક્ષાયિક સુંદરતા. એમ બે ભેદ પાડવા છતાં અમે જ્ઞાનના પાંચ ભેદો જાણીએ છીએ. તેમાં ક્યાં જ્ઞાન ક્ષાયિક કે ક્ષાયોપથમિક ? વળી મતિ આદિ ચારને ક્ષાયિક ભાવનાં કેમ ન માનવાં ? કેવળજ્ઞાનને લાયોપથમિક કેમ નહિ? એ વગેરે અધિકાર જણાવી સમ્યફત શી ચીજ ? શાસ્ત્રકારે ત્રણ સમ્યક્ત્વ છતાં એકને જ સમ્યક્ત્વ કેમ કહે છે ? તેને ખુલાસો અગે જણાવાશે.
વ્યાખ્યાન : ૨૬ દાન–શીલ-તપ ને ભાવધર્મ અનાદિ કાળથી જીવની પુદ્ગલની ગુલામી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકસૂરિજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે આચારાંગ સૂત્રની ટીકા કરતાં થકી આગળ ચોથા અધ્યયનને સંબંધ જણાવતાં પ્રથમ ત્રણ અધ્યયનનો સંબંધ જોડતાં જણવી ગયા કે ભૂતકાળમાં જે કોઈ તીર્થકરો થયા, વર્તમાનમાં વિચરે છે અને ભવિષ્યમાં થશે તે તમામ તીર્થકર શું કામ કરવાના? દુનિયામાં જરૂરી પદાર્થ તે ગણાય છે કે જે નહિ આવવાથી અડચણ ઊભી થાય. જેમ ખરાક, પાણી, વસ્ત્ર, મકાન આદિ જરૂરી છે. તે બધી વસ્તુ એવી છે કે આવવાથી ફાયદો, ન આવવાથી નુકશાન માટે તે જરૂરી છે. પરંતુ એને એ ખ્યાલ નથી