________________
૪૮
શ્રીઆચારાંગસૂત્ર
{ વ્યાખ્યાન
રૂપે જે સુખ મેળવાય છે તે સુખ મેળવવાની તાકાત પણ અનંતગુણી છે. આવી શક્તિને પણ તમારો આત્મા છે તેને તમે ઓળખે. - નિશ્ચય સમૃદ્ધિના ત્રણ પ્રકાર "
હવે આત્માની સમૃદ્ધિને ઓળખાવતાં શાસ્ત્રકારે ત્રણ ભેદો ગણવ્યા. એક નિશ્ચય સમૃદ્ધિ, બીજી બધી સમૃદ્ધિ અને ત્રીજી વર્તનની સમૃદ્ધિ હવે જે સુખ છે તે ફળરૂપ છે. આ ત્રણ વસ્તુને અંગે જણાવતાં કહ્યું કે આત્માને અંગે આ ત્રણ વસ્તુ સુંદર છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણ રૂઢ શબ્દો દેખીને તેની કિંમત ઓછી આક્તા નહિ. તેને ભાવાર્થ સમજે તે નિશ્ચયને જાણવાની તાકાત, સાધને જાણવાની તાકાત અને વર્તનને જાણવાની તાકાત. આ ત્રણનાં શાસ્ત્રીય દષ્ટિએ અનુક્રમે નામે દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપે છે. હવે તે ત્રણના ત્રણત્રણ ભેદે છે. નિશ્ચય થાય ખરો પણ ક્ષણમાં ખસી જાય એટલે તત્કાળ નિશ્ચય કરે પણ ખસી જાય. કેટલાક નિશાયમાં ડગમગવાવાળા હોય. અને કોઈ જગે નિશ્ચયની સ્થિતિ એવી હોય કે એક્સરખો ઊંચે હેય અને છેવટ લગી તેમાં મક્કમ રહે. આ નિશ્ચયમાં કોઈ જાતને વાંધો ન આવે. હવે પડવાવાળે ઊંચામાં ઊંચે નિશ્ચય તેનું નામ આપશમિક સમ્યફત. હવે જે ડગમગવાવાળો, વધેવટે એવા રૂપવાળા જે નિશ્ચય તેનું નામ સાથે પરામિક સમ્યક્ત્વ. હવે જે નિશ્ચય બને તેમાં કાળાંતરે પણ ફેર ન પડે. અહીં કાળાંતર દુનિયાદારીનાં બે પાંચ વર્ષને નહિ પણ ચાહે પલ્યોપમ, સાગરોપમ કે અનંતા પુદ્ગલપરાવર્તે ચાલ્યા જાય તેવા કાળાંતરે પણ ફેર ન પડે, તેનું નામ ક્ષાયિક સફવ.'
- વતનના ત્રણ પ્રકાર જેવી રીતે નિશ્ચયને અંગે ત્રણ પ્રકાર જણાવ્યા તેવી રીતે વર્તનને અંગે પણ ત્રણ પ્રકાર છે. હવે કેટલાક પ્રવૃત્તિ કરનારા જીવનના ભોગે પણ તૈયાર થાય પણ તેમાં જે સરીઓસરી જાય તે પાછા બલાતાં વાર પણ ન લાગે. અર્થાત બીજી ક્ષણે એક ડગલું પણ