________________
૪૫
પચીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ હેય તેનું પ્રતિબિંબ તે બતાવી આપે. અર્થાત જેમ મુખને આપણે જોઈ શકતા નથી પણ અરીસે તે બતાવી આપે છે, તેમ અહીં અરીસારૂપ કામ કરનાર જિનેશ્વર મહારાજનો ઉપદેશ છે તે જીની સ્થિતિને દેખાડે છે.
તીર્થકરના વચનરૂપ અરીસામાં શું દેખાય?
હવે તે સ્થિતિમાં શું શું દેખાડે ? પ્રથમ વચન-અરીસામાં એ જણાવે કે તું ભવોભવ ઉત્પન્ન થનાર છે. જન્મ, જરા, મરણ, આધિ વ્યાધિ, ઉપાધિથી તું દુઃખ પામે છે, હેરાન થાય છે, ભવભવ તારી પાછળ લાગેલ છે, છતાં તે જોખમદારી કોની ? ભભવ ભટકવાની અને ગર્ભમાં કે દુર્ગધી સ્થાનમાં આવવાની, નવ માસ ઊંધે માથે લટકવાની જોખમદારી કોઈ બીજાના શિરે નથી પણ તારે જ માથે છે. હવે જગ તમાં લેણદેણના હવાલા નંખાય છે પણ આ કર્મ એક એવી ચીજ છે કે જેને હવાલે નહિ. એકનાં પુણ્ય અને એકનાં પાપોને હવાલે. નંખાતું નથી. હવે રાજાને ત્યાં આંધળો છોકરો જન્મ પામે, અહીં પુણ્યના લીધે રાજાને ત્યાં જ ખરો પણ પાપને લીધે આંધળે બન્યો. આથી પુણ્ય–પાપને હવાલે એક આત્મામાં નંખાતે નથી તે પછી ભિન્ન આત્મામાં તે નંખાય જ કયાંથી ? હુંડીનાં નાણું બે મથાળામાં પણ હોય છે, એટલે એક ન ભરે તે બીજે; પણ અહીં કર્મની બાબતમાં કોઈ બીજો ભરી ન શકે. મા, બાપ, ભાઈ કે બહેનનાં કરેલાં તેઓ જ ભેગવે, બીજે ન ભોગવે. તેથી પિતાનાં કર્મોને લીધે આ જીવ ભવોભવ ઉત્પન્ન થનાર છે, ભવોભવ જન્મમરણ એ પિતાનાં કૃત્યોનું જ ફળ છે. ભવાંતરમાં જવું અને જીવનનું ટકવું તે સર્વ સ્વકૃત્યનું ફળ છે. આવી રીતે પોતાની જવાબદારીનું જીવને ભાન કરાવી કહે છે કે–આ જે હેરાનગતિ તું માને છે તે તારી કરેલી છે. તું તેમાંથી નિરાળો થવા ધારે તે થઈ શકે છે.
આત્મા સંપૂર્ણ સામગ્રીવાળે છે હવે પરદેશીનો સંબંધ તેડી દેવે તેને પાલવે કે જેની પાસે