________________
૩૮
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન કર્મોપ જે સાધને છે તેના ઉપર કબજે રાખો તો જ તમે સુખદુઃખ ઉપર કાબૂ રાખી શકશે. આ ઉપરથી જિનેશ્વર મહારાજે નવી વસ્તુ આપી હોય તે તે આ એક જ છે. તમે તમારા જીવનમરણ અને ભવાંતરને માટે કે સુખદુઃખને માટે સ્વતંત્ર છો પણ તમે સાધનને કેળો એટલે સદ્ગતિનાં સાધનો મેળવો તે જગતમાં કોઇની તાકાત નથી કે તમેને દુર્ગતિ આપે. તેમ જ તમેએ દુર્ગતિનાં સાધને મેળવ્યાં હોય તે કોઈપણ સદ્ગતિ આપવા સમર્થ નથી, માટે તમારાં કૃત્યો માટે તમે જવાબદાર છે. જે તમારાં કૃત્યો સારાં હશે તે તમે સદ્ગતિ પામશે અને જો તમે ખરાબ કાર્યો કર્યા હશે તે દુર્ગતિ મેળવશો. હવે સાધનો દ્વારા જે સદ્ગતિ, દુર્ગતિ મળે છે તે પછી આખું જગત શા માટે સદ્ગતિ માટે પ્રયત્ન નથી કરતું ? જ્યારે સર્વે સ્વાધીન છે. જીવ માત્રને જન્મ, મરણ, સુખ, દુ:ખ કે ઉત્પત્તિ સ્વાધીન છે તે પછી શા માટે તે સદ્ગતિનાં સાધનો માટે તૂટી ન પડે ? તેમજ શા માટે દુર્ગતિ તરફ ધક્કો મારવા કૂદી ન જ પડે ?
સદ્ગતિનાં સાધને કણ મેળવી શકે ? હવે તે સદ્ગતિનાં સાધનો કણ મેળવી શકે ? તે કહે છે કે દુન્યવી સાધનોની લાલચમાં જે ફસાય નહિ, લલચાય નહિ તેમજ દુન્યવી ભયનાં કારણોએ ત્રાસ પામે નહિ તે. અહીં લાલચ અને ત્રાસ આ બે વસ્તુને જેણે દેશવટો આપે હોય તે જ સુખનાં સાધનને મેળવી શકે. બાકી જે લાલચમાં લેવાઈ ગયા હોય, ભયમાં ભાગી ગયા હોય તેઓ કદાપિ સદ્ગતિ મેળવી શકે નહિ. અર્થાત્ ભાગ્યાથી સદ્દગતિ ન જ મળે. અર્થાત દુનિયામાં જે અનુકૂળ સંજોગે દેખાતા હોય તેને આધીન ન બને, તેમજ પ્રતિકૂળ સંજોગોમાં આધીન ન થવાવાળા હોય, તેઓ જ સદ્ગતિનાં સાધનોને નિયમિત મેળવી શકે, અને તે જ સદ્ગતિ અને સુખને જ મેળવે; તેને દુઃખ અને દુર્ગતિ હોય જ નહિ.