________________
વીશમું |
અધ્યયન ૪: સમ્યકત્વ
૩૭
સત્કર્મો કરેલાં હોય તે જ તે મેળવી શકે. દુઃખ કાઢવા માટે પુપાર્જન કરેલ હોય તે જ દુઃખ ટળે. હવે સુખના કારણરૂપ પુણ્ય ન મેળવેલું હોય અને સુખની ઈચ્છા કરે તેને મળે તે દુઃખ જ, કારણ કે સારી ઈચ્છા કરવા માત્રથી તે પ્રમાણે ફળ ન મળે. જેવી રીતે પુણ્યોપાર્જન કરેલ હોય તેવી રીતનાં જ સુખ મળે.
જિનેશ્વરે કહેલ જગત કરતાં જુદે જ ધમ ' હવે જિનેશ્વર ભગવાને આખા જગત કરતાં કંઈ પણ જુદો કે અલગ ધર્મ કહ્યો હોય, બીજા લોકોને અરુચિકર ધર્મ કહ્યો હોય તે તે આ છે. આ જીવ જીવન, મરણ કે ઉત્પત્તિને અંગે સ્વતંત્ર છે. બીજાની જવાબદારી તેમાં નથી. ઇતર જીવન, મરણ અને ઉત્પત્તિમાં બીજાની જવાબદારી મનાવે છે તે ઉડાડી દીધી. સાથે એ જણાવ્યું કે જીવની જીવન, મરણ કે ઉત્પત્તિને અંગે જવાબદારી છે ખરી પણ તે સીધી રીતે માલિક બનતો નથી, પરંતુ તે પુણ્ય, પાપ દ્વારા માલિક બની શકે છે. અજવાળા માટે તેનું સાધન વસાવવું પડે જ. અંધારા માટે પણ સાધન વસાવવું જ પડે. તેમ આ જીવ દરેક કાર્યમાં સ્વતંત્ર છે ખરે પણ તે સ્વતંત્રતા સાધનો ઉપર આધાર રાખે છે. જેમ એક મનુષ્ય લેઢાનો થાંભલો એક વેંત જાડે હેય તે તે કાપવા સમર્થ છે પણ તેના હાથમાં સેય આપો તે તે કાપશે ખરો ? નહિ, કારણ કે સાધનમાં સમશેર રાખી હોય તે કાપી નાખે. અહીં શૂરવીર શૂરાને સાધન પણ મજબૂત જોઈએ. હવે સાધનની ખામીએ સાધન સાધ્યની સિદ્ધિ ન જ કરી શકે. આ જીવ સુખની ઈચ્છા રાખે અને તેનાં સાધન ન મેળવે અને દુઃખને દૂર ન કરે તે પછી સુખની ઈચ્છાનું ફળ કયાંથી મળે ? હવે અહીં પિતાની શકિત કે સ્વાધીનતાને ઉપયોગ સીધે ન થાય પણ સાધન દ્વારા જ થઇ શકે.
સાધન પર જ સાધ્યની સિદ્ધિને આધાર ' હવે તે સાધને કયાં ? ક્રોધાદિ ચાર, રાગ દ્વેષ અને આઠ