________________
વીસમું ] અધ્યયન ૪ઃ સમ્યફવ ન જ માગે. તેમ મરણ પણ ન ઈચછે. હવે જ્યારે તે ઇચ્છાને આધીન નથી તે પછી ઉત્પત્તિ તે આધીન હોય જ ક્યાંથી ? -
કારણેને આધીન ઉત્પત્તિ હવે એ ઉત્પત્તિ આધીન કોને ? એક વાત ધ્યાનમાં રાખવાની કે આપણને નીરોગી બનવું હોય તે તે ઈચ્છા માત્રથી ન બનાય. તેમ રોગી પણ ઈચ્છામાત્રથી ન થવાય. રોગી કે નીરોગી બનવાનું આધીન છતાં કારણ દ્વારા જ બની શકે. એટલે નીરગીપણામાં કારણે મેળવીએ જ નીરોગીપણું મેળવાય, તેમજ રોગ થવા માટે તેનાં કારણે મેળવવાં પડે જ અને ત્યારે જ તે બને. અર્થાત રેચ કરો અને તેને બંધ કરવો તે પિતાને આધીન પણ સીધી રીતે નહિ. કારણ કે સાધનધારા તે આધીન છે. અજવાળું એ આધીન ખરું, સ્વતંત્ર નહિ પણ દીપક વગેરે અજવાળું કરવાવાળા પદાર્થદ્વારા જ તે બની શકે. અહીં અજવાળા ઉપર સીધો કાબૂ નથી પણ તેનાં કારણોઠારા અજવાળું લાવવાનો કાબૂ છે. હવે અજવાળ કાઢવા માટે સૂપડે ઉલેચીએ તે નીકળે નહિ પણ દીપકને બહાર કાઢવો જોઈએ. અહીં અજવાળું એ આધીન હોવા છતાં એને સીધી રીતે કાઢવાની તાકાત નથી. કારણ કે તેનાં કારણોને જ આપણે ખસેડી શકીએ.
જેને અને ઇતની માન્યતામાં ફેર એવી રીતે અહીં આ જીવન પણ આપણે આધીનની ચીજ છે, તેમજ ભરણ કે ભવાંતરની ઉત્પત્તિ તે પણ આધીનતાની ચીજ છે, છતાં તે સીધી રીતે લાવવા માટે પાછા તાકાતદાર નથી, પણું સાધનો લાવવાધારા એ બને. તેમ અહીં જીવન, સમરણ કે ઉત્પત્તિને અંગે સાધન કયાં ? તે સીધી રીતે આપણા હાથમાં નથી પણ કારણેદારા જીવન આદિ થાય છે. આયુષ્ય ખતમ કરવાધારા મરણ કરી શકીએ. ભવાંતરનું આયુષ્ય બાંધવાધારા ઉત્પત્તિ કરી શકીએ. આયુષ્ય લાંબું બાંધવા દ્વારા જીવન ટકાવી શકીએ. હવે ઈતરોની