________________
૩૪
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન થતું હોય તે તે આત્માને ઈષ્ટ હોય અગર તેની ભૂલને બદલે પણ હોય. અર્થાત્ જન્માંતરમાં જવું તે ઈષ્ટતાનું પરિણામ કે ભૂલનું પરિણામ ? હવે કહે છે કે સંસારચક્રમાં ઉત્પન્ન થવાનું છેવ પિતે કરવા માગતા નથી. સામાન્ય રીતે અહીંથી મરવા કોણ માગે ?
સંસારી સર્વ જીવો જીવવાને ઇચ્છે છે : જગતના સર્વ જી ઈચ્છાને માટે વૈકલ્પિક છે. એટલે ધનભાલને ઈચ્છે પણ ખરો અને જંગલમાં તે ધનમાલને અંગે લૂટારુ આવે અને તેનો માર ખાવો પડે તેવું લાગે છે તે ધનને અનિષ્ટ ગણીને ફેંકી પણ દે.સુખના સાધન પૂરતી વસ્તુ સંગ્રહ અને જે વસ્તુ દુઃખનું કારણ માલૂમ પડે તે છોડે. પરંતુ જીવન એવી વસ્તુ છે કે તે અનિષ્ટ થાય જ નહિ. જીવન કોઈ દિન અનિષ્ટ થતું નથી. માનવી આવેશમાં આવીને પાણીમાં પડે ખરો છતાં પડતાંની સાથે બોલે કે કાજે, કાઢજે. અહીં જીવન ખરેખર અકારું ન થઈ શક્યું પણ વહાલામાં વહાલું લાગે છે તેથી શાસ્ત્રકાર કહે છે કે-સંસારી સર્વ જીવો જીવવાને ઈચ્છે છે. કોઈ દિન ભરવાને કોઈ ઇચ્છતું નથી. આ જીવન હંમેશને માટે દરેકને ઈષ્ટ છે, પણ અનિષ્ટ નથી.
જીવનમરણ ઇચ્છા આધીન બનતું નથી હવે જીવવું ઈષ્ટ છે તે પછી મરે કેમ? કહો કે જીવન એ હાથની બાજી નથી, તેમ મરણ પણ હાથની બાંજી નથી. હવે તે બંને જ્યારે હાથની બાજી નથી તે પછી આવતા ભવમાં ઉત્પન્ન થવું તે પણ હાથની બાજી નથી, છતાં જીવનમરણ બને શાથી? નાસ્તિકો બીજી બાબતોમાં જુદા પણ પડે. પુણ્ય, પાપ, સદ્ગતિ આદિમાં જુદા પડે પણ છેડવું છે, મરવું છે એમાં તે નાસ્તિકો પણ જુદા પડતા નથી. અર્થાત જીવન અને મરણ માટે તે નાસ્તિકોથી જુદા પડાય તેમ નથી. અહીં આસ્તિક અને નાસ્તિક બંને જીવનમરણને માને છે છતાં તે જીવનમરણ ઈચ્છાને આધીન બનતું નથી. જે ઇચ્છાને આધીન થતું હોય તે કોઈ જીવન ઓછું કરવા