________________
૩૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વ્યા તે આત્માને જરૂરી છે. તેવી રીતે વર્તનની જરૂર હોવાથી તેના ભેદ વગેરે અગ્રે જણાવાશે.
વ્યાખ્યાન : ૨૪
तथा सम्यक्त्वपुद्गलोपष्टम्भजनिताध्यवसायः क्षायोपशमिकं २, दर्शनमोहनीयक्षयात क्षायिकं ३, चारित्रमप्युपशमश्रेण्यामौपशमिकं १, कषायक्षयोपशमात् क्षायोपशमिकं चारित्रं २. चारित्रमोहनीयक्षयात्क्षायिकं ३, शाने तु भावसम्यग् द्विधा ज्ञातव्यं, तद्यथा-क्षायोपशमिकं क्षायिकं च, तत्र चतुर्विधज्ञानावरणीयक्षयोपशमात् मत्यादि चतुर्विधं क्षायो. पशमिकं शानं, समस्तक्षयात्क्षायिकं केवलज्ञानमिति । तदेवं त्रिविधेऽपि भावसम्यक्त्वे दर्शिते सति परश्चोदयति ।
તીર્થકરેનું જગતના ઉદ્ધારનું કાર્ય શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે આચારાંગ સૂચના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે સર્વકાળના, સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરો કેલવજ્ઞાન પામ્યા પછી જગતના ઉદ્ધારનું જે કાર્ય શરૂ કરે છે. તેમાં ઉપદેશમાં મુખ્યતાએ એ જણાવે છે કે–મહાનુભાવો તમે અનાદિકાળથી આહાર, શરીર, ઇન્દ્રિય, ધન, માલ, કુટુંબ-કબીલાદિને તપાસતા આવ્યા છે, પણ તમોએ પિતાને કોઈ દિન તપાસે નથી. જાનવર પણ પિતાના સ્થાન શરીરાદિને તપાસે છે. મનુષ્ય પણ તે સર્વ તપાસે છે પણ પિતાને કોઈ તપાસતું નથી.
પ્રથમ આત્માની ઓળખની જરૂર હવે જગતમાં દુર્લભતા પણ તેની જ છે કે જે પિતાને તપાસે. દરેક ગતિમાં જીવ શરીર, ઈકિય, તેના વિષયો કે સાધનેની તપાસ