________________
વીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૩૩
કરે છે. અરે, એક પણ ભાવ તે વિનાનો નથી રહ્યો. હવે પિતાને તપાસના જીવ કોઈ દિન બન્યું નથી, માટે પ્રથમ તમે તમારા આત્માને તપાસે. હવે તપાસવામાં બે દષ્ટિ છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. હવે કોઈને જેમ ઉત્તરધ્રુવને તારે દેખાડવા જોડેના ઝાડની ટોચ કે ડાળ દેખાડીને તે બતાવીએ છીએ, એટલે ધ્રુવના તારા ઉપર એકદમ દષ્ટિ ન જાય તેથી અરુન્ધતીને તારે દેખાડીને ઉત્તરધ્રુવના તારાને બતાવીએ. તેમ અહીં આત્માને ઓળખવા માટે, તેના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણને ઓળખવા તૈયાર કે લાયક થયો નથી, છતાં આત્માની ઓળખ તે કરાવવી. હવે આત્માના બીજા ગુણો રહેવા દે, પણ પ્રથમ આ મારે આત્મા આ ભવમાં ઉત્પન્ન થયેલો છે. અહીં સદા આ ભવમાં રહેવાવાળો નથી. આગળ પણ ઉત્પન્ન થશે અને પ્રથમ પણ ઉત્પન્ન થયેલ હતું. હવે મને પચીસ વર્ષ થયાં, પણ તે આ ભવ પૂરતાં. બાકી તો તુ અનાદિને છે, માટે મારે આત્મા પ્રથમ ભવથા આવીને અહીં ઉત્પન્ન થયેલું છે એમ જ્ઞાન કરી લે. વળી આગળ પણુ ઉત્પન્ન થશે એટલે ભવના હિસાબે આ આત્મા અચલ બેસી શકતો નથી, આવું સ્વરૂપ પ્રથમ તું સમજી લે. આ પ્રમાણે પ્રથમ તીર્થંકર મહારાજાએ જગતને ઉપદેશ આપે છે કે તારે આત્મા ઉત્પન્ન થવાવાળો છે, એક ભવમાં સ્થિર રહેવાવાળો નથી.
જમાંતર તે ઈષ્ટતાનું પરિણામ કે ભૂલનું ?
હવે આ નક્કી થયા પછી જેમ બે દિન પહેલાં હિંદુપણા માટે વિવેચન કર્યું હતું કે પુનર્જન્મને તે હિંદુ સિવાય બીજા કોઈ માનતા નથી. એક વખતના જન્મને ઈતરો માને ખરા પણ વારંવાર–પુનર્જન્મને તે હિંદુઓ જ માને છે અને તેથી તેઓ આત્માને ઉત્પન્ન થવાવાળો માને. પણ હવે તે પોતાની મેળે ઉત્પન્ન થાય છે કે કોઈ બીજે તેને ઉત્પન્ન કરે છે, કારણ કે ઉત્પત્તિ સ્વતઃ થાય અને પરતઃ પણ થાય. એટલે જે ઉત્પત્તિ સ્વતઃ થતી હોય અને સ્વતઃ ભવાંતરમાં જવાનું