________________
વીસમું] .
અધ્યયન ૪ ઃ સમ્યકત્વ
૪૧
આત્મામાં જ્ઞાન માન્યું છે પણ તે ભાડૂતી. સ્વતંત્ર નથી માન્યું. વૈશેષિકએ કે નૈયાયિકએ આત્મામાં જે જ્ઞાન માન્યું છે તે ભાડૂતી. હવે જૈન શાસ્ત્રકારે આત્મામાં રહેલ જ્ઞાનને ઘરનું ગમ્યું છે. ભાડૂતી નથી ગયું. હવે તે શાથી ?
વૈશેષિક અને જૈન દર્શનકારની દષ્ટિએ જ્ઞાન
વૈશેષિકો જ્ઞાનની ઉત્પત્તિ શરીર, ઈકિયાદિથી માને અને પછી શરીરના અભાવે જ્ઞાન-સુખ ન હોય. અરે મોક્ષમાં પણ જ્ઞાન ન હોય એમ તેઓ કહે છે. આત્મામાં જ્ઞાન-સુખ તેને તે ભાડૂતી માને. જૈન દર્શનકાર માને છે કે યિદ્વારા જ્ઞાન ઉત્પન્ન થતું નથી પણ આભામાં પ્રગટ થાય છે. ઉત્પન્નવાદ નહિ પણ પ્રગટવાદ એટલે તે દ્વારા પ્રગટ થવાનું માને છે. તેથી અશરીરી બની સિદ્ધદશામાં જીવ જાય ત્યાં પણ સંપૂર્ણ જ્ઞાન આત્મામાં મનાય છે. | દર્શન, જ્ઞાન અને ચારિત્રની વ્યાખ્યા
'હવે આત્માના સુંદરપણને દેખાડતાં આત્માના સુંદરપણાના ત્રણ પ્રકાર કહે છે-(૧) નિશ્ચય, (૨) બોધ અને (૩) વર્તન. આ ત્રણ પ્રકારે આત્માની સુંદરતા છે. આ ત્રણ શબ્દોને પારિભાષિકરૂપે લઈએ તે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. શુદ્ધ પદાર્થને શુદ્ધપણે નિશ્ચય તે જ દર્શન. પદાર્થનું યથાસ્થિત સ્વરૂપ જાણવું તેનું નામ જ્ઞાન. આત્માની યથાસ્થિત સ્થિતિ માટે શુદ્ધ વર્તન કરવું તેનું નામ ચારિત્ર, આવી રીતે ત્રણેમાં આત્મા સુંદર રહે તે જ આત્માની સુંદરતા અને બગડે તે આત્માની અસુંદરતા સમજવી. આવી રીતે ચોથા અધ્યયનનું નામ રાખેલ છે.
ત્રણ પ્રકારનાં સભ્ય હવે નિશ્ચયમાં તપાસીએ તે કેટલાક એવા નિશ્ચયવાળા હોય છે કે એક ક્ષણમાં નિશ્ચય કરે ત્યારે બીજે ક્ષણે ઢળી પડે. જ્યારે કેટલાક મંદ નિશ્ચયવાળા રહે છે અને કેટલાક નિશ્ચય કરીને ઠેઠ સુધી મકમપણે રહે છે. પ્રથમ નિશ્ચય હોય અને ક્ષણમાં ઢળી પડે તે અપ