________________
- શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન મિથ્યાત્વના ત્રણ ભાગે કરાય. શુદ્ધ ભાગ, અશુદ્ધ ભાગ અને મિશ્ર. હવે જેમ શત્રુને પાડીને તેના ભાગ કરે તે વખતે જે જુસ્સો કે જેસ હોય તે પ્રથમ પણ ન હોય, પછી પણ ન હોય તેમ અહીં અને તાનુબંધીને તેડી નાંખતી વખતે જે જુસ્સો હોય તે પહેલાં કે પછી ન હોય. તેને તોડી નાંખે પછી જેર ન હોય. લાકડાં પણ ખસેડવામાં ન હોય. અનંતાનુબંધીને તોડી નાંખી મિથ્યાત્વને ભયબેંગું કરી નાંખે તેનું નામ પશમિક સભ્યત્વ.
ઉપશમ શ્રેણિ એ શી ચીજ ? જ્યારે પ્રથમ જીવ સાવચેત થાય ત્યારે આજ હોય. ચારિત્રને માટે ઉપશમ શ્રેણિ માંડે ત્યારે પણ પથમિક સમ્યક્ત્વ હોય. હવે તેવા જીવને ઊંચાં બીજાં બે સમકિત ન લેતાં ઉપશમ જ કેમ લીધું ? તેની શી જરૂર? ક્ષાયિક કેમ ન હોય ? ઉપશમ શ્રેણિ શી ચીજ વગેરે અધિકાર અગ્રે જણાવશે.
વ્યાખ્યાન : ૨૩ તીર્થકરને જગતને ઉપદેશમાં સંદેશ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય છના ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતા થકા આગળ જણાવી ગયા કે દરેક કાળે, દરેક ક્ષેત્રે ભવોભવથી જગતના ઉદ્ધારનું ઝાડ જેણે પિષેલું છે, અને જગતના ઉદ્ધારને માટે જેણે તીર્થકર નામકર્મ બાંધેલું છે, તે તીર્થકર કેવલજ્ઞાન પામ્યા પછી, જગતને ઉપદેશમાં સંદેશા એ આપે છે કે તમેએ જગતના પદાર્થો, તેનાં સાધન મેળવવાની અને જાણવાની મહેનત કરી છે. ચાહે જેવી ગતિમાં તમે ગયા છે તે સર્વ ગતિમાં આહાર, શરીર, ઈકિયાદિ માટે પ્રયત્ન કર્યા વિના તમે નથી રહ્યા; પણ એક પ્રયત્ન તમોએ કોઈ ભવમાં કર્યો