________________
બાવીશમું | અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૨૧ વામાં વાર ન લાગે, પરંતુ જે તરવાર લઈને સામે ઊઠે તે જ ક્રૂર અને ઘાતકી પણ ઊભા ચાલ્યા જાય.
અપૂર્વકરણરૂપી સેય હિંદુઓએ હિંદુપણુંની રક્ષા માટે બાઈઓને એ જ જણાવ્યું કે-એક સેય શીવવાની પાસે રાખે. એ જ તમારા રક્ષણ માટે બસ છે. તેમ અહીં તરવાર લેવા માટે આત્માને વાર છે. તે તે ક્ષેપક શ્રેણિએ ચઢતાં કામ લાગે, પણ હાલ અપૂર્વકરણરૂપી સોય જે આત્મા લે તો બસ છે. એટલે અત્યાર સુધી ઘણું કર્મો બાંધતે આવ્યા છે અને છેડતે પણ આવ્યો છે, છતાં મિથ્યાત્વનાં પુદ્ગલોને હાંકી કાઢવા માટે તે હાલ ય જ લે. લોઢાની નહિ પણ અહીં મિથ્યાત્વ અનાદિ કાળથી ઘર કરી બેસેલ છે તેના માટે વજની સોય લે. તેની સામે ખાંડણિયો કે પથ્થર આવે તે પણ તે વળે નહિ પણ તે પથ્થરાદિ ભેદાઈ જાય. એટલે તારા પરિણામોને તું સજ્જડ કર કે જેથી જે આવે તે ભૂદાઈ જાય અને તેવા પરિણામ તારા પ્રથમ થયા નથી માટે તે સેયનું નામ અપૂર્વકરણ આપ્યું. આવી સેય જે તું લે તે બસ છે.
ઔપશામિક સભ્યત્વ આવી સોય તીર્થંકર મહારાજના ઉપદેશથી આત્માના હાથમાં આવે ત્યારે મિથ્યાત્વરૂપી ઝાડ તાડ જેવું ઊંચું લાગે પણ તેના મસ્તકે સોયની અણી વાગી કે આ તાડ સુકાયું. તેમ અહીં મિથ્યાત્વમોહનીય ૬૯ કોડાકોડી જેટલી સ્થિતિનું એ અપૂર્વકરણરૂપી સોયના ગોદાને સહન કરી શકે તેમ નથી. અંતે તેને નાશ થયા વિના છૂટકો નથી. હવે અપૂર્વકરણની સેય મારતી વખતે તે મિથ્યાત્વ જીવતું હોય તે ફિકર નહિ. જેમ તાડના ઝાડને સોય મારતાં તે પડી ન જાય પણ સુકાઈ જાય, તેમ અહીં મિથ્યાત્વને અપૂર્વકરણની સોય વાગતાં તે આડું ન આવે. અર્થાત મુદ્દે થઈને પડેલા શત્રુનાં અંગપાંગ કાપી નાંખે તે પછી તે વચમાં કંઈ ન કરી શકે. તેમ અહીં