________________
ત્રેવીસમું] અધ્યયન ૪ઃ સમ્યફવ સાથે વળગેલો કાટ પણ ટીપાય તેમજ એને ભઠ્ઠીમાં જવું પડે, છતાં ઘાટ કોનો બને ? કહે કે લોઢાનો જ બને. કાટનો ઘાટ ન બને, પણ જુદો જ પડે. તેમ અહીં નિશ્ચય બતાવવાવાળા, મગજને કાબૂ રાખવાવાળા, સંજોગોમાં સ્થિર રહેવાવાળા હોવા છતાં જેઓએ આત્માને ન પકડો હોય–જેમ અભવ્ય કે મિથ્યાદૃષ્ટિ જીવો આ સર્વ વાનાં કરે, અરે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળીને નવગ્રેવેયક સુધી જાય. અરે, દેવલોકની ઈચ્છાએ તે ધર્મનું આચરણ કરે છે અને તેથી તેઓ પરભવ માને છે. વળી ક્રોધાદિના આવેશમાં આવે તે દેવગતિનું આયુષ્ય ને બાંધે અને તેથી મગજ ઉપર કાબૂ રાખે છે. તેમજ અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોમાં સ્થિરતા રાખે છે, છતાં તેને આત્મા ઊંચે ચઢી શકતો નથી.
જીવ પોતાની સુંદરતાને જાણતો નથી જાસૂસી કરતાં પ્રજા પાળવાને ઉદ્દેશ ઊંચે રાખવો પડે. હવે આ જીવ કલ્યાણને ત્યારે જ સાધે કે જ્યારે તે સુંદરને સંગ્રહી શકે. જેઓ સુંદરને સંગ્રહી શક્તા નથી તેઓ કલ્યાણને સાધી શકતા નથી. કોઈએ બોરનું ગાડું ભર્યું અને દિલહી લઈ જાય. તેથી વળે શું ? અરે, મુસાફરી કરી ટાઢતડકે વેઠે તેથી કોથળી ન જ ભરાય. તેમ અહીં જેઓએ પોતાના આત્મામાં સુંદરની વસાવટ કરી નથી, તે આત્માઓ બેરના ગાડાવાળો દિહી પહોંચે અને મુસાફરી ખર્ચ પણ ન નીકળે, તેની માફક પોતાના ફળને પામી શકતા નથી. એટલે પ્રસંગને અંગે મજબૂત રહી સુંદરનો વસવાટ આત્મામાં કરે તે જ ધાર્યું મેળવી શકે. હવે સુંદર શબ્દ પોકારો છે પણ તે સુંદર કહેવું કોને ? જગતમાં દરેક જીવ સુંદરની ઈચ્છાવાળા છે. મારું ભૂંડું થજો એમ તે કોઈ બોલનાર નથી. હજી કદાચ પરનું ભૂંડું ઈચ્છનાર હશે પણ અહીં આખું જગત સુંદરની ચાહનાવાળું છે અને તેને જ માટે અથવાવાળું છે, છતાં સુંદરને ન ઓળખે તો કરે શું ? હવે નાનું બચ્ચે કાચને કટક લઇને હીરે સમજી પેટીમાં મૂકે, કોઈ લેવા આવે તે આપે