________________
બાવીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૯ ઉડાવવા માગે તે શું કરવું ? અર્થાત સુંદર દૃષ્ટિએ ઉપયોગ થાય તેવી રીતિ રાખો.
દર્શન, જ્ઞાન ને ચારિત્ર તે શું? હવે આત્માને સુંદર સ્થિતિએ જાણવો, પાડોશીને પણ તેવી રીતે રાખવા તે બને શી રીતે ? લૂગડાના એક જ છેડામાં બધી ગાંઠ હોય, અને સીધી રીતે નાખીએ તો નીકળી જાય. અહીં આત્મામાં આ કઈ છે ? તે. ગાંઠે ન પાડે તેવી રીતે છેડે જોડવો તેનું નામ જ સુંદર. હવે ગાંઠે પાડવાનું અને છોડવાનું કેમ અને છે ? તે માટે કહે છે કે સુંદરનો નિશ્ચય, પછી તેને બોધ અને પછી તે રસ્તે પ્રવૃત્તિ–આ ત્રણ વસ્તુ કરે તે બધું સુંદર. હવે તે ત્રણ વસ્તુઓ બને કેમ ? તેનું નામ જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. જે સુંદર કરવાનો નિશ્ચય તે જ સમ્યકત્વ અને તેને જાણવું તે સમ્યજ્ઞાન અને તેની પ્રવૃત્તિ તેનું નામ જ ચારિત્ર. - જીવને મિથ્યાત્વ મેહનીયના આડ.
. દુનિયા માત્રને સારું ગમે છે છતાં આખી દુનિયાને સુંદરતા કેમ પ્રાપ્ત થતી નથી ? સુંદરતા જાણુને કેમ તે રસ્તે પ્રવૃત્તિ થતી નથી ? વાત ખરી. સ્કૂલમાં–શાળામાં ભણતા વિધાર્થીઓ બધા પાસ થવા જ અભ્યાસ કરે પણ રમતિયાળ છેકરાઓને પાસ થવાને કે અભ્યાસ કરવાનું વિચાર હોય તે પણ રમવાની ઈચ્છા આડી આવવાથી પાસ ન થવાય. તેમ આ જીવને મિથ્યાત્વમોહનીય આડું આવવાથી શુદ્ધ નિશ્ચય ન થાય. જ્ઞાનાવરણીય આડું આવવાથી શદ્ધ બંધ ન થાય. તેમ ચારિત્ર–મોહનીય આડું આવવાથી શુદ્ધ પ્રવૃત્તિ ન જ બને. હવે ભાડૂતી મકાન-વગર માલિકીનું હોય અને તે બાર વર્ષે કે ત્રીસ વર્ષે નામ માલિક બની જાય છે, તે પછી આ અજ્ઞાન તે અનાદિ કાળનું છે, તે પિતાનું ઘર છોડે કેમ ? અરે ! મિથ્યાત્વ અને અવિરતિ અનાદિ કાળથી ઘર કરીને બેઠેલ તે છૂટે કેમ ? વાત ખરી. દુનિયામાં એ કાયદા છે પણ શરીરમાં ત્રીસ વર્ષ