________________
ત્રેવીસમું]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૨૩ નથી. તમને પિતાને જાણવાનો પ્રયત્ન તમોએ કોઈ પણ ભવમાં કર્યો નથી. હવે જગતના છો એમ કહે છે કે “હું છું. મારે આમ કરવું છે,” એ સર્વ આ ભવની વાત કરે છે, પણ ગયા ભવની કે આવતા ભવની વાત કોઈ કરતા નથી. કુટુંબકબીલા કે તેના સાધન માટે પ્રયત્ન થાય તે આ જ ભવ પૂરતા થાય છે માટે જિનેશ્વર કહે છે કે–તમે તમારા આત્માને બીજા કોઈરૂપે ન ઓળખે તો પણ તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, વીર્યાદિવાળે, હોવા છતાં, તે સ્વરૂપવાળે હોવા છતાં તેને ભલે ન ઓળખ; પણ એટલું તો જરૂર પોળખો કે આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં ભટકવાવાળો છે.
ભવભવ ઉત્પન્ન થવાવાળે આત્મા છે આ એક જ હુકમમાં કેટલું મહત્વ હશે કે જેની ઉપર ચૌદપૂવનેઆ એક જ હુકમ ઉપર આખું ઉવવાઈ નામનું સૂત્ર રચવું પડયું. મુતરવિએ આ ઔપપાતિક ઉપાંગની રચના કરી તે શા માટે ? ભભવ ઉત્પન્ન થવાવાળો આત્મા છે. આવા કથનને ઉદ્દેશીને આખું સૂત્ર શ્રતસ્થવિરાએ રચ્યું. અંગના એક વાકયને અનુસરીને જે સૂવરચના થાય તેનું નામ ઉપાંગ કહેવાય. તેમ અહીં ભગવાન જિનેશ્વર મહારાજનું એક વાકય કે આ “મારે આત્મા ચારે ગતિમાં ઉત્પન્ન થનાર છે અને તે જ્ઞાન જરૂરી છે. ” આથી તે વાત ઉપર જ શ્રુતસ્થવિરેએ ઉજવાઈ સૂત્રની રચના કરી. . " ગત ભવ અને આવતા ભવની વિચારણા
આત્મા કોઇ વખત એમ વિચારે છે કે–પરભવમાં શું થશે ? ગયા ભવમાં શું હતું ? આ વાત આસ્તિકોમાં પણ વિચારાય છે, પણ તે ધર્મસ્થાનકોમાં વિચારાય અને ધર્માનુષ્ઠાન કરીને ઊઠયા કે તે વાત જ આખી ભૂલી જવાય! કારણકે સૂર્યને થયેલ પ્રકાશ હોય પણ વાદળાંની ઘટા આડી આવી છે તે પ્રકાશ બંધ થાય. તેમ