________________
બાવીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ એક શત્રુથી બચવું મુશ્કેલ થઈ પડે. હવે આ ઈકિ, આશ્રવો, ક્રોધાદિ તે ઘરમાં ઘૂસેલા છે. તેનાથી બચાય કેમ ? પાડોશીને છેક ખરાબ હોય તે પણ ઘરમાં આવતે રોકાય નહિ, કારણ કે આબરૂદારને કરે છે તેથી ના ન પડાય, તેમ ભરોસે પણ ન રહેવાય, તેથી સાવચેત રહેવું પડે. હવે મન, વચન અને કાયા તેમજ ઈદ્રિયાદિ જો કે છે લુચ્ચાં, છતાં નેતરેથી આવેલાં છે માટે સાવચેતી રાખવી પડે. એટેલે જિનેશ્વર મહારાજે ત્રીજે ઉપદેશ એ આપે કેજો ચાહે તેવા અનુકૂળ પ્રસંગમાં ઊછળીશ નહિ, તેમ પ્રતિકૂળ પ્રસંગમાં તું ગભરાઈશ નહિ તે તે આવેલા લુચ્ચાએ તારો બાલ પણ વાંકે કરી શકશે નહિ.
જિનેશ્વરને ત્રીજે ઉપદેશ - જેણે આત્માને સમજી રાખવો હોય તેણે તે ઉશ્કેરાવું નહિ, તેમ ગભરાવું પણ ન જોઈએ. તે પાડોશી લુચ્ચાઓ છતાં વસતિ છે. બહાર લુચ્ચાઓ બેઠેલા હેય તે કુટુંબ કહેવાય કે માણસનું ટોળું પણ બેઠેલું કહેશે. હવે તું અહીં એકકે ઇન્દ્રિયની વાહવાહે જઈશ નહિ, તેમજ ક્રોધાદિ ઉછાળવા માગે કે ગભરાવવા માગે છે તેમને અનુકૂળ વર્તન કરીશ નહિ, માટે ભયથી સાવચેત રહેવા ત્રીજો ઉપદેશ આપે.
જીપણું અને દઢપણું તે બને કયારે ? જે સારી વસ્તુ આત્માને હાથ આવે અને તેને તે પકડે તે જ બને. હવે જક્કીપણામાં અને દૃઢપણમાં કંઈ ફરક નથી એટલે બંનેના વર્તનમાં ફરક નથી. મજબૂતને દુનિયા હજાર વાર કહે તો પણ ન માને. તેમ હઠવાળાને પણ દુનિયા કહે તે પણ ન માને, તે છતાં સુંદર ગ્રહણ કરીને તેમાં મજબૂત રહે તે દ પણ ખરાબ પકડીને મક્કમ રહે તે જક્કી કહેવાય. ત્યાં “ઢ” શબ્દ