________________
૨૦
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન રહ્યો એટલે આ શરીર નહિ છોડવું પડે ને ? કેમ કબજો થશે ને ? દુનિયાદારીના કાયદા બધે લગાડાતા નથી. આ શરીર માટે તે એ કાયદો લાગુ ન પડે.
પુદ્ગલના સ્વભાવને વશ પડેલે આત્મા
અરે પલ્યોપમ કે સાગરોપમ સુધી એ જ શરીરમાં સમય વ્યતીત કર્યો હોય પણ ક્ષણવારમાં જવું પડે તેને કંઈ નિશ્ચય ન હેય. રેડાં કે કૂકા માટે કાયદા છે. આ શરીર તે ચામડું છે, અને આ આત્મા તે હવાઈરૂપ છે. તેના માટે કાયદો ન હોય. ભલે અનાદિ કાળથી આત્મામાં અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વ રહેલાં હોય છતાં તે આત્માના માલિક ન જ બને. ભલે માલિક ન બને પણ કબજે ખરે ને? વાત ખરી. જેના કબજે જે ચીજ થઈ હોય પછી તે ચાહે તેટલી રાડ પાડે છે તે કામ ન લાગે. આ આત્માને મિથ્યાત્વ, અવિરતિએ કબજે કરી લીધું છે, તેથી તે અજ્ઞાનપણે કહે છે કે હું હકદાર નથી પણ કબજે તો મારે છે. અવિરતિ, મિથ્યાત્વ આદિ પુદ્ગલના સ્વભાવ છે, તે આત્માના સ્વભાવ નથી, છતાં તે આત્મા મિથ્યાવ, અવિરતિના કબજે તો છે ને ?
કાગળની તરવારથી કેટ કબજે ન થાય વાત ખરી, પણ સો વર્ષને ભાડવાત હોય અને દરેક વર્ષે ભાડું ભરતે જાય અને તેની ભાડાચિઠ્ઠી લખાતી હોય તે તે સે વર્ષ સુધી પણ માલિક ન જ બને. તેમ આ આત્માએ અજ્ઞાન, અવિરતિ આદિ રહેવા દીધાં છે એ વાત ખરી, પણ તેની પાસે ભાડાચિઠ્ઠી છે એટલે આત્માના મધ્ય આઠ પ્રદેશે કે જે રૂચક નામે ઓળખાય છે, તે તેના આધીન નથી. એટલે મિથ્યાત, અવિરતિ, કષાયાદિથી લેપાયેલા હોતા નથી. અહીં આગળની તરવારથી કોટ કબજે ન થાય એટલે કેડે બાંધેલી ખરી તરવાર જ કોટને કબજે કરે. તેમ અહીં સિદ્ધ સમાન આઠ પ્રદેશ છે. આથી જ તેને કબજે કર